Face Of Nation 03-10-2024 : સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે । શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે ॥ શક્તિની આરાધનાનું પર્વ એવા પવિત્ર નવરાત્રીની શરૂઆત થઇ ચુકી છે. નવરાત્રીના નવલા દિવસોમાં પૂજન, અર્ચન, હોમ-હવન સાથે માં જગદંબાની આરાધના થશે. દેવી એ શકિતનુ રૂપ છે જે બુરાઈનો નાશ કરે છે. શિવની પત્ની પાર્વતીના ઘણા રૂપો છે. નવરાત્રીના નવ દિવસ દેવ-દેવીઓને પ્રસન્ન કરવા પૂજા-પાઠ-ચંડીપાઠ કરવામા આવે છે. નવરાત્રીના દિવસો પૂજા-ઉપાસના માટે શ્રેષ્ઠ દિવસો છે.
નવરાત્રી એ એકતા અને અસત્ય પર સત્યના વિજયના પ્રતિકરૂપ તહેવાર છે. આ દિવસોમાં પૂજન અર્ચનથી આખા વર્ષ દરમ્યાન સંચિત થયેલ ઉર્જાનો સંચાર થાય છે. નવરાત્રિમાં શક્તિની ઉપાસના એ ભારતિય સંસ્કૃતિની આગવી પરંપરા રહી છે. આ નવ દિવસ-રાત દરમિયાન ભક્તિ અને શક્તિનો અનેરો સંગમ રચાય છે. પ્રાચીન શાસ્ત્રોકારોએ બ્રહ્મ શક્તિને એક દેવી શક્તિરુપે રજૂ કરી છે. ભગવતી દેવી શક્તિ તો અખિલ- બ્રહ્માંડનું સંચાલન કરનારી છે. જગતમાં શુભ, મંગલ કાર્યનો શુભારંભ કરવા તેમજ બાહ્ય શાસ્ત્રો, અધર્મ, અવિશ્વાસ અને અંધશ્રધ્ધા સામે ઝઝૂમવા તેમજ આંતરિક શત્રુઓ, કામ, ક્રોધ, લોભ, મોહ ઉપર વિજય પ્રાપ્ત કરવા શક્તિ સામર્થ્ય મેળવવા, ભગવતી દેવી શક્તિની ઉપાસના એટલે નવરાત્રિ પર્વ. એક જ શિવશક્તિ મા જગદંબા યુગે-યુગે નવા-નવા સ્વરુપો ધરીને અનિષ્ટો અને આતંકી અસુરોનો સંહાર કરીને સૃષ્ટિને ભય મુક્ત કરે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).