Home Politics મની-લોન્ડરિંગ કેસ : મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકના રિમાન્ડ 7 માર્ચ સુધી લંબાવાયા

મની-લોન્ડરિંગ કેસ : મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકના રિમાન્ડ 7 માર્ચ સુધી લંબાવાયા

File written by Adobe Photoshop¨ 5.0

Face Of Nation 04-03-2022 : મુંબઈની વિશેષ અદાલતે મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકના રિમાન્ડ સાતમી માર્ચ સુધી લંબાવ્યા છે. દાઉદ ઈબ્રાહિમ અને તેના સાથીઓની ગતિવિધિઓ સાથે જોડાયેલી મની-લોન્ડરિંગ કેસની તપાસમાં દક્ષિણ મુંબઈમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઓફિસમાં 23મી ફેબ્રુઆરીએ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
નવાબ મલિકને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા
અધિક સોલિસિટર જનરલ અનિલ સિંહે માહિતી આપી કે અગાઉ 3-4 દિવસ શ્રી મલિકની તબિયત ખરાબ હોવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. એટલે પૂછપરછ થઇ શકી નથી. શ્રી મલિક સામેના આક્ષેપો પ્રાથમિક દૃષ્ટિએ પ્રસ્થાપિત થતા હોવાનું અવલોકન કરતાં વિશેષ ન્યાયાધીશ આર.એન.રોકડેએ જણાવ્યું કે, છેલ્લા 20 વર્ષમાં ગુનાની કાર્યવાહીની તપાસ કરવા માટે પૂરતા સમયની જરૂર પડશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).