Home News વાપીમાં ધમધમતો હતો ડ્રગ્સના ગોરખધંધાનો કાળો કારોબાર, NCBએ 4 કરોડની કિંમતના એમડી...

વાપીમાં ધમધમતો હતો ડ્રગ્સના ગોરખધંધાનો કાળો કારોબાર, NCBએ 4 કરોડની કિંમતના એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો

Face Of Nation, 04-08-2021 : ગુજરાતમાં ડ્રગ્સ મળવાની ઘટનાઓ જાણે સામાન્ય બની ગઈ છે. વાપીમાંથી NCBને મોટી સફળતા હાથ લાગી છે. 2 ટીમોને ખડેપગે રાખી મેફેડ્રિંન ડ્રગ્સની બનાવટથી માંડીને વેચાણ સુધીના તારો પકડી પાડયા છે. બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

વાપીમાંથી મેફેડ્રિંન ડ્રગ્સનો 4.5 કિલોનો જથ્થો મળ્યો છે. જેની કિમત 4 કરોડથી વધુ આંકવામાં આવી રહી છે. સાથે બે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. જેમની પાસેથી 85 લાખ રૂપિયાની રોકડ પણ મળી આવી છે મળેલા મુદ્દામાલનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે. તેનું સેમ્પલીગ કરી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું છે. આગળની તપાસમાં મોટા ખુલાસા થવાની શકયાતાઓ સેવાઇ રહી છે.

NCBએ બે ટીમોને આ માટે તૈયાર કરી હતી. બાદમાં દરેક પાસાને ચેક કરી દવા ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો. ડ્રગ્સના ઝડપાયેલા કાળા કારોબારીઓ દવા ફેક્ટરીની આડમાં આ નસાનો ગોરખધંધો ચલાવતા હતા. દવાની ફેકટરીમાં ગેરકાયદેસર રીતે મેફેડ્રિંન ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવતુ હતુ.સમગ્ર કેસમાં 2 આરોપી પ્રકાશ પટેલ અને સોનું રામ નિવાસની ધરપકડ કરી લેવાઈ છે. ડ્રગ્સ કેસના માસ્ટરમાઈન્ડ ગણાતા પ્રકાશ પટેલ એમ ડી ડ્રગ્સ બનાવતો હતો . જ્યારે તેની સાથે પકડાયેલ રામનિવાસ જુદી જુદી જગ્યાએ એમડી ડ્રગ્સ આપવા જતો હતો.

વાપીમાં NCBની આ મોટી કાર્યવાહી બાદ ધરપકડ થયેલા બંને આરોપીઓની સઘન તપાસ ચાલુ છે. વાપી M.D ડ્રગ્સનું મુંબઈ કનેક્શન હોવાની ભાળ મેળવાઇ છે.. આગળની તપાસમાં મોટા ખુલાસા થઈ શકે છે જેમાં કોની આડમાં બંને આરોપીઓ ડ્રગ્સના ધંધાની કારોબારી કરી રહ્યા હતા. કોણ-કોણ તેમની પાસેથી ડ્રગ્સ લઈ જતું હતું. તે અંગે તપાસ કરવામાં આવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો.આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)