Home Uncategorized કોંગ્રેસ નેતા નવાબ મલિકે ગંભીર આક્ષેપ કરી ગુજરાતીઓનું કર્યું અપમાન, વધુ જાણવા...

કોંગ્રેસ નેતા નવાબ મલિકે ગંભીર આક્ષેપ કરી ગુજરાતીઓનું કર્યું અપમાન, વધુ જાણવા ક્લીક કરો.

Face Of Nation, 11-11-2021:  દ્વારકામાંથી ઝડપાયેલા ડ્રગ્સ અંગે હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. NCP નેતા નવાબ મલિકે ગંભીર આક્ષેપ કરી ગુજરાતીઓનું અપમાન કર્યું છે. નવાબ મલિકે કહ્યું, ગુજરાતમાં ડ્રગ્સનો મોટાપાયે વેપાર ચાલે છે. મુંદ્રા બાદ દ્વારકામાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું છે. આ સાથે મંત્રી કિરીટસિંહ રાણા ઉપર પણ ગંભીર આક્ષેપ કર્યો છે..

નવાબ મલિકે કહ્યું કે મહારાષ્ટ્રમાં 2, 4 ગ્રામ પકડીને પબ્લિસિટી કરવામાં આવે છે પણ ગુજરાતમાં ડ્રગનો મોટો કારોબાર ચાલી રહ્યો છે એવો લોકોને શક છે. ગુજરાતના દ્વારકામાં 350 કરોડનું ડ્રગ્સ મળ્યું છે આ એક નવો મામલો સામે આવ્યો છે. ડ્રગ્સ સાથે જોડાયેલા લોકો અમદાવાદની હોટલમાં રોકાતા હતા. જેમાં મનીષ ભાનુશાળી, સુનિલ પાટીલ સહિતના લોકો અમદાવાદ રોકાઈ ચૂક્યા છે. ડ્રગ્સ કાંડમાં સંડોવાયેલ લોકો કિરીટસિંહ રાણાને શું કામ મળતા હતા. મનીષ ભાનુશાળી, ગોસાવી વારંવાર કેમ ધારાસભ્ય કિરીટસિંહ રાણા પાસે જતા હતા. કિરીટસિંહ રાણા સાથે તેમના શું સંબંધ છે. આ સાથે કહ્યું કે, ગુજરાતમાં ડ્રગ્સ ડિસ્ટ્રીબ્યુશન રેકેટ ચાલે છે..જેથી DG, NCB અને NIA તપાસ કરી આની પાછળ કોણ છે તેની તપાસ કરે..

તેમણે કહ્યું કે ગુજરાતમાં જે રીતે મોટા પાયે ડ્રગ્સ મળ્યું છે તે જોઈને લાગે છે કે ત્યાં ડિસ્ટ્રીબ્યુશનનું રેકેટ ચાલે છે. અમારી માંગણી છે કે DG, NCB અને NIA તપાસ કરી આની પાછળ કોણ છે તેની તપાસ કરે. ગુજરાત ડ્રગનું હબ બની ગયુ છે તેવું સાબિત થઈ રહ્યું છે. નવાબ મલિકે વધુમાં કહ્યું કે જો ફડણવીસે તેમના માટે કઈ કહ્યું છે અને પાછું ન લીધુ તો તેઓ તેમના પર માનહાનિનો કેસ કરશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)