Home Gujarat લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં; અમદાવાદના યુવકે ઝોમેટોમાંથી મંગાવેલા શાકમાં નીકળી પીધેલી ‘બીડી’,...

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં; અમદાવાદના યુવકે ઝોમેટોમાંથી મંગાવેલા શાકમાં નીકળી પીધેલી ‘બીડી’, પ્રહલાદનગરની શ્રી મારૂતિનંદન રેસ્ટોરાંવાળાએ કહ્યું- ‘Sorry’ કહી, બીજો ઓર્ડર મોકલી આપું!

Face Of Nation 01-05-2022 : અમદાવાદની કોઈપણ હોટલ કે રેસ્ટોરાંમાં દર મહિને જમવામાં અથવા ઓર્ડર કરીને પાર્સલ મંગાવેલી વસ્તુમાંથી કોઈપણ જીવજંતુ કે ખરાબ વસ્તુ નીકળવાના કિસ્સાઓ બને જ છે. જીવરાજપાર્ક રહેતાં યુવકે ઝોમેટોથી ઓનલાઈન ઓર્ડર કરીને પ્રહલાદનગરની શ્રી મારૂતિનંદન રેસ્ટોરાંથી શાક મંગાવ્યું હતું. જમતાં સમયે શાકમાંથી બીડી નીકળી હતી. તો ફોન કરતાં રેસ્ટોરાંવાળાએ કહ્યું હતું કે, સોરી અમારાથી ભૂલ થઈ ગઈ છે, બીજો ઓર્ડર મોકલી આપું છું. બોજીતરફ શ્રી મારૂતિનંદન રેસ્ટોરાંનો સંપર્ક કરતાં જણાવવામાં આવ્યું હતું કે, હોટલના મેનેજર સાંજે 7 વાગ્યે આવશે. ત્યારે તેમની સાથે વાત થશે. શાકમાંથી બીડી નીકળવા અંગેની ફરિયાદ હતી, પરંતુ તે બાબતે મેનેજર સાંજે આવશે ત્યારે વાત કરાવીશું.
ઝોમેટો અને AMCને ટ્વિટ કરીને ફરિયાદ
જીવરાજપાર્ક વિસ્તારમાં રહેતા રોની ત્રાજકર નામના યુવકે ઝોમેટો એપ્લિકેશન પરથી પ્રહલાદનગરમાં આવેલી શ્રી મારૂતિનંદન રેસ્ટોરાંમાંથી ભીંડી મસાલાનું શાક ઓર્ડર કર્યું હતું. જમતાં સમયે ભીંડી મસાલામાંથી બીડી નીકળી હતી. પરિવારના લોકો જ્યારે શાક કાઢીને ખાતા હતા, ત્યારે અચાનક તેમની નજર પડતા પીધેલી બીડી મળી હતી. યુવકે હોટલમાં ફોન કરી અને આ બાબતે જ્યારે જાણ કરી ત્યારે ભૂલ થઈ ગઈ એમ કહી બીજો ઓર્ડર આપવા માટે કહ્યું હતું. યુવકે આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં ટ્વિટ કરી અને ફરિયાદ કરી છે. જો કે ફૂડ વિભાગના અધિકારીઓ આ મામલે કાર્યવાહી કરે છે કે કેમ?
શાકમાંથી આખે આખી બીડી નીકળી
શનિવારે રાત્રે મારી પત્નીના મોબાઇલમાંથી ઝોમેટો એપ્લિકેશનમાંથી પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી શ્રી મારૂતિનંદન રેસ્ટોરાંમાંથી ભીંડી મસાલા શાક ઓર્ડર કર્યું હતું. જ્યારે અમે શાક લઈ અને જમવા બેઠા ત્યારે અંદરથી આખી બીડી નીકળી હતી. રેસ્ટોરાં દ્વારા મોકલવામાં આવેલા શાકમાંથી બીડી નીકળતા ફરિયાદ કરવા માટે શ્રી મારૂતિનંદન રેસ્ટોરાંમાં ફોન કરી અને જાણ કરી હતી.
યુવકે ફોન કરતાં રેસ્ટોરાંએ લૂલો બચાવ કર્યો
રેસ્ટોરાં તરફથી તેઓએ જણાવ્યું હતું કે, સોરી અમારાથી ભૂલ થઈ ગઈ. અમારો કોઈ સ્ટાફ બીડી પીતો નથી. જો કોઈ સ્ટાફ બીડી પીતું નથી તો કઈ રીતે શાકમાં બીડી આવી? આ મામલે તમે એક્શન લો અને શું કાર્યવાહી કરી તે મને જણાવો તો હોટલમાંથી મને એવો જવાબ મળ્યો કે, હું તમને બીજો ઓર્ડર મોકલી આપું છું. આ મામલે ત્યારબાદ મેં ઝોમેટો અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટ્વિટ કરીને ફરિયાદ કરી છે, AMC દ્વારા મને ટોકન નંબર આપવામાં આવ્યો છે. હવે કોર્પોરેશન તરફથી શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોઈએ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).