Face Of Nation 05-04-2022 : ભારત સરકારે 22 યુટ્યુબ ચેનલો બ્લોક કરી છે આઈટી નિયમો, 2021 હેઠળ, 18 ભારતીય યુટ્યુબ ન્યૂઝ ચેનલોને પ્રથમ વખત બ્લોક કરવામાં આવી છે. આ સિવાય પાકિસ્તાનમાં હાજર ચાર યુટ્યુબ ન્યૂઝ ચેનલોને પણ બ્લોક કરી દેવામાં આવી છે. આ રીતે, કુલ મળીને, ભારત સરકારે 22 યુટ્યુબ ન્યૂઝ ચેનલો પર કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી છે કારણ કે, સૂચના અને પ્રસારણ મંત્રાલયનું કહેવું છે કે આ યુટ્યુબ ન્યૂઝ ચેનલો ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ સંબંધો અને જાહેર વ્યવસ્થા સાથે જોડાયેલ ભ્રામક માહિતી ફેલાવી રહી હતી.
યુટ્યુબ ચેનલોની કુલ વ્યુઅરશિપ 260 કરોડથી વધુ
આ યુટ્યુબ ચેનલો પર ટીવી ન્યૂઝ ચેનલોના લોકો અને દર્શકોને ખોટા થંબનેલ દ્વારા છેતરવાનો આરોપ છે. યુટ્યુબ ચેનલો ઉપરાંત ત્રણ ટ્વિટર એકાઉન્ટ, એક ફેસબુક એકાઉન્ટ અને એક ન્યૂઝ વેબસાઈટ પણ બ્લોક કરી દેવામાં આવી છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું છે કે આ ચેનલોને બ્લોક કરવા માટે આઈટી નિયમો, 2021નો ઉપયોગ કરવામાં આવ્યો છે.બ્લોક કરાયેલી યુટ્યુબ ચેનલોની કુલ વ્યુઅરશિપ 260 કરોડથી વધુ હતી. આ ચેનલો ભારતના વિદેશ સંબંધો અને જાહેર વ્યવસ્થા જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર સોશિયલ મીડિયા પર ખોટા સમાચાર ફેલાવી રહી હતી. આ સિવાય રાષ્ટ્રીય સુરક્ષાને લઈને પણ ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).