Home Sports ખેડૂતના દીકરાએ દેશને અપાવ્યો ગોલ્ડ મેડલ, નીરજુનું ઓલિમ્પિકમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

ખેડૂતના દીકરાએ દેશને અપાવ્યો ગોલ્ડ મેડલ, નીરજુનું ઓલિમ્પિકમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

Face Of Nation, 07-08-2021:  ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympic) કુસ્તીબાદ બજરંગ પુનિયાએ (Bajrang Punia) ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યાના થોડા સમય બાદ સ્ટાર જેવેલિન થ્રો ખેલાડી નીરજ ચોપડાએ આજે (શનિવારે) ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. નીરજ ચોપડાએ (Neeraj Chopra) 87.58 મીટર ભાલો ફેંકી પોતાના નામે આ મેડલ કર્યો છે. ઓલિમ્પિકના ટ્રેક એન્ડ ફિલ્મમાં ભારતનો આ પ્રથમ મેડલ છે. આ સાથે શૂટર અભિન બિન્દ્રા બાદ ઓલિમ્પિકમાં વ્યક્તિગત ગેમ્સમાં ગોલ્ડ જીતનાર બીજો ભારતીય ખેલાડી બની ગયો છે. ટોક્યોમાં ભારતનો આ 7 મો મેડલ છે. આ સાથે ભારતે લંડન ઓલિમ્પિક્સ 2012 માં 6 મેડલ્સના શ્રેષ્ઠ પ્રદર્શનને પાછળ છોડી દીધું છે.

નીરજે પહેલા પ્રયાસ માં 87.03 મીટર અને બીજા પ્રયાસમાં 87.58 મીટર ભાલો ફેંક્યો, આ સાથે જ તેના નામે ગોલ્ડ મેડલ પાક્કો થઈ ગયો હતો. કેમ કે, તે બંને રાઉન્ડમાં ટોપ પર રહ્યો હતો. તેણે ત્રીજા પ્રયાસમાં 76.79 મીટર થ્રો કર્યો હતો. બીજા નંબર પર જર્મન ખેલાડી અને ગોલ્ડ મેડલનો દાવેદાર માનવામાં આવાતા વી. ઝકૂબે તે દરમિયાન બીજો અને ત્રીજો પ્રયાસ ફાઉલ કર્યો અને છેલ્લા પ્રયાસમાં 86.67 મીટર ભાલો ફેંક્યો હતો.

13 વર્ષ પહેલા અભિનવ બિન્દ્રાએ મીટર એર રાયફલ સ્પર્ધામાં ભારતને ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. 11 ઓગસ્ટ 2008 ના બેઇજિંગ ઓલિમ્પિક ઓલિમ્પિક ગેમ્સની વ્યક્તિગત ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો.

નીરજનો જન્મ 24 ડિસેમ્બર 1997 ના રોજ હરિયાણાના પાણીપત જિલ્લાના ખંદ્રા ગામમાં એક ખેડૂતના ઘરે થયો હતો. નીરજે પોતાનો અભ્યાસ ચંદીગઢથી કર્યો હતો. નીરજે પોલેન્ડમાં 2016 IAAF વર્લ્ડ U-20 ચેમ્પિયનશિપમાં 86.48 મીટર દૂર ભાલો ફેંકીને ગોલ્ડ જીત્યો હતો, ત્યારબાદ તેને સેનામાં જુનિયર કમિશન્ડ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)