Home News વિપક્ષ ભડક્યું : સંસદ સત્ર પહેલા નવો વિવાદ : સંસદ ભવનમાં ધરણા...

વિપક્ષ ભડક્યું : સંસદ સત્ર પહેલા નવો વિવાદ : સંસદ ભવનમાં ધરણા અને અનશન ઉપર પ્રતિબંધ કરાયો!

Face Of Nation 15-07-2022 : સંસદ ભવનના પરિરસમાં શું હવે ધરણા પ્રદર્શન પર પણ રોક લગાવાશે ? આને લઈને એક આદેશ શેર કરતાં કોંગ્રેસે મોદી સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. સંસદ ભવનના પરિસરમાં કોઈ સદસ્ય ધરણા, હડતાલ, ભૂખ હડતાલ નહીં કરી શકે. તેની સાથે સાથે કોઈ ધાર્મિક કાર્યક્રમ પણ આયોજીત નહીં કરી શકાય. જેના પર વિપક્ષ ભડક્યું છે.
જયરામ રમેશે ટ્વિટ કરી તીખી પ્રતિક્રિયા આપી
રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના સીનિયર નેતા જયરામ રમેશે તેના પર ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, વિશ્વગુરુનું નવું કામ D(h)arna કરવાની મનાઈ છે. તો બીજીતરફ કોંગ્રેસના સાસંદ મનીષ તિવારીએ તેના પર ટ્વિટ કરતાં કહ્યું કે, શા માટે પ્રિસાઇડિંગ ઓફિસરો સભ્યો સાથે ઘર્ષણનો તબક્કો બનાવી રહ્યા છે. પહેલા અસંસદીય શબ્દો પર અથડામણ અને હવે આ. આ ખરેખર કમનસીબ છે
કેટલાક અસંસદીય શબ્દો પર પ્રતિબંધ મુકાયો
ઉલ્લેખનીય છે કે, ચોમાસાની સિઝન પહેલા આ બીજો વિવાદ છે. આ પહેલા લોકસભા સચિવાલય દ્વારા જાહેર કરાયેલી યાદીનો વિવાદ અટક્યો નથી. જેમાં ઘણા શબ્દોને અસંસદીય શબ્દો કહીને પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, મતલબ કે તેઓ લોકસભા અને રાજ્યસભામાં તે શબ્દો બોલી શકાતા નથી. જેમાં જુમલાજીવી, સરમુખત્યાર, શકુની, જયચંદ, વિનાશ પુરુષ, રક્તની ખેતી વગેરે શબ્દોને બિનસંસદીય શબ્દો તરીકે વર્ણવીને લાંબી યાદી તૈયાર કરવામાં આવી હતી.
વિપક્ષોએ મોદી સરકારને ઘેરી
વિપક્ષ પણ આ અંગે અવાજ ઉઠાવી રહ્યો છે. રાહુલ ગાંધી, અસદુદ્દીન ઓવૈસીની સાથે આમ આદમી પાર્ટીએ પણ મોદી સરકારને ઘેરી છે. બંધારણની કલમ 105(2) હેઠળ સાંસદોને વિશેષાધિકાર મળે છે. તેઓ ગૃહની અંદર જે કહે છે તેના માટે તેમની સામે કાર્યવાહી થઈ શકે નહીં. એટલા માટે લોકસભાના નિયમ 380 હેઠળ, લોકસભાના અધ્યક્ષને એવા શબ્દોને ગૃહની કાર્યવાહીમાંથી હટાવવાનો અધિકાર છે જે અસંસદીય, અભદ્ર અથવા માનહાનિકારક હોય. નિયમ 381 હેઠળ, અસંસદીય તરીકે દૂર કરાયેલા શબ્દોને ગૃહની કાર્યવાહીમાંથી તારાંકિત કરીને દૂર કરી શકાય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).