Face Of Nation, 29-09-2021: કેન્દ્ર સરકારે રાષ્ટ્રવ્યાપી કોવિડ પ્રોટોકોલને 31 ઓક્ટોબર સુધી વધારી દીધો છે. બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને લખેલા પત્રમાં કેન્દ્રીય સચિવ અજય ભલ્લાએ ચેતવ્યા કે આગામી તહેવારોની સીઝનમાં કોવિડ પ્રોટોકોલનું કડક પાલન ન કરવાની આશંકા છે, જેનાથી કોરોના સંક્રમણના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે.
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યુ કે, કોવિડ-19 મામલામાં ઘટાડો છતાં ગાઇડલાઇનને લાગૂ કરવી મહત્વની છે, જેથી તહેવારને સાવધાની, સુરક્ષિત અને કોવિડ પ્રોટોકોલની સાથે ઉજવી શકાય. ભલ્લાએ કહ્યુ કે, કોવિડના દૈનિક કેસ અને દર્દીઓની કુલ સંખ્યા દેશમાં ઝડપથી ઘટી રહી છે પરંતુ કેટલાક રાજ્યોમાં સ્થાનીક રીતે વાયરસનો ફેલાવો થઈ રહ્યો છે અને દેશમાં Covid-19 પબ્લિક હેલ્થ માટે પડકાર બનેલો છે. રાજ્યોને મોકલેલા પત્રમાં કેન્દ્રએ લખ્યુ છે, ‘તે કાર્યક્રમોમાં વધુ સાવચેતી રાખવી જેમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થશે જેથી કોવિડના કેસ વધવાની આશંકાથી બચી શકાય.’ સાથે કહેવામાં આવ્યું છે કે મેળા, તહેવારો અને ધારમિક કાર્યક્રમોમાં મોટા પાયે લોકો ભેગા થવાથી દેશમાં ફરી કેસ વધી શકે છે. ગૃહ સચિવે કહ્યુ કે, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ પોતાને ત્યાં દરેક જિલ્લામાં સંક્રમણ દર અને હોસ્પિટલ તથા આઈસીયૂ બેડ્સની સંખ્યા પર નજીકથી નજર રાખવી જોઈએ.
કેન્દ્રીય ગૃહ સચિવે કહ્યું કે જે જિલ્લામાં સંક્રમણ દર વધુ છે, ત્યાં પર સંબંધિત તંત્રએ ઝડપથી પગલા ભરવા જોઈએ જેથી કેસમાં વૃદ્ધિ રોકી શકાય અને વાયરસનો ફેલાવા પર કાબુ કરી શકાય. ભલ્લાએ કહ્યુ કે, તે પણ જરૂરી છે કે કેસમાં વધારાની આશંકાની ચેતવણી આપનાર સંકેતોને જલદી ઓળખવા જોઈએ અને પ્રસારને કાબુ કરવાના ઉપાય કરવામાં આવે. તેમણે કહ્યું- તે માટે સ્થાનીક એપ્રોચની જરૂર પડશે જેનો ઉલ્લેખ સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે 21 સપ્ટેમ્બર 2021ની એડવાઇઝરીમાં છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
ગુજરાત પર વધુ એક વાવાઝોડાનો ખતરો ,સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી