Home Politics ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત બપોરે 3 વાગ્યા સુધી થશે – યમલ...

ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત બપોરે 3 વાગ્યા સુધી થશે – યમલ વ્યાસ

Face Of Nation, 12-09-2021:  ગુજરાતના નવા મુખ્યમંત્રીની જાહેરાતની કાગડોળે રાહ જોવાઈ રહી છે. ત્યારે હવે આખરે જાહેરાત થઈ ગઈ છે કે ક્યારે ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થશે. ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે કહ્યું કે, આજે બપોરે 3 વાગ્યે ગુજરાતના નવા મુખ્યમંત્રીની જાહેરાત થશે.

યમલ વ્યાસે કહ્યું કે, આજે બપોરે કમલમ ખાતે ધારાસભ્યોની બેઠક મળશે. તેમાં કેન્દ્રથી આવેલા નિરીક્ષકો નરેન્દ્ર તોમર, પ્રહલાદ જોશી, તરુણ ચૂંક ઉપસ્થિત રહેશે. સાથે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને તમામ ધારાસભ્યો બેઠકમાં હાજર અને ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેના પર નિર્ણય લેવાશે. બપોરે 3 વાગ્યે નવા નામની જાહેરાત થશે. શક્ય છે કે તેઓ ક્યારે રાજ્યપાલ પાસે જશે, પણ શક્ય હશે તો આજે જ જશે(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)