Home Uncategorized દેશને મળશે નવા વડાપ્રધાન : રામના નામે મોદીનો રાજકીય પથ્થર તરી ન...

દેશને મળશે નવા વડાપ્રધાન : રામના નામે મોદીનો રાજકીય પથ્થર તરી ન શક્યો, દોઢ લાખની સરસાઈ મોદી માટે હાર સમાન

Face Of Nation 04-06-2024 : લોકસભાની 542 બેઠક માટે મતગણતરી ચાલી રહી છે. બપોરે 1 વાગ્યા સુધીનાં વલણો દર્શાવે છે કે NDAને 290 બેઠક મળી રહી છે, જ્યારે INDIAને 220 સીટો પર લીડ મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માત્ર દોઢ લાખના મતોથી જીત મળી છે. આ જીત મોદી માટે પ્રજા દ્વારા ગાલ ઉપર મારવામાં આવેલા જોરદાર તમાચા સમાન છે. આ લીડથી મળેલી જીત એ મોદીની કારમી હાર સમાન જ છે, કેમ કે જે વ્યક્તિનો દેશ અને દુનિયામાં ડંકો વાગતો હોય તેની જીતની લીડ પણ એવી ડંકા વાગવા સમાન હોય. જો કે, રાજકીય ગતિવિધિ જોતા હવે ભાજપ કે કોંગ્રેસ ગમે તે પક્ષ સરકાર બનાવશે પરંતુ વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી નહિ હોય.
લોકસભા ચૂંટણીના પરિણામ આવતા જ શરદ પવારે કહ્યું કે આ ચૂંટણી પરિણામે દેશની તસવીર બદલી નાખી છે. આમાં મહારાષ્ટ્રની મોટી ભૂમિકા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના નેતા શરદ પવારે કહ્યું કે આવતીકાલે દિલ્હીમાં ઈન્ડિયા એલાયન્સની બેઠક યોજાશે. આ બેઠક રાજકીય ગેમ ચેન્જર બની રહેશે. મોદી અને ભાજપ હાલ એવા પ્રયાસો કરી રહ્યા છે કે, પૈસાના જોરે પણ કેટલાકને ખરીદીને તેમની તરફ મજબૂતાઈથી ઉભા રાખવામાં આવે પણ મોદી શાસનથી કંટાળેલા લોકો ઇન્ડિયાના ગઠબંધનને ટેકો આપશે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. નીતીશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ ઇન્ડિયાને સપોર્ટ કરી નવી સરકારની રચના કરશે તેવી પણ માહિતીઓ સામે આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).