Face Of Nation 23-03-2022 : સૌરાષ્ટ્ર ઉપરાંત દેશભરમાં અનેક હાઇવે એવા છે કે, જ્યાં માત્ર થોડા અંતરે જ ટોલનાકા વાહનચાલકોના ખિસ્સા હળવા કરે છે. આ અંગે કેન્દ્રિય પરિવહન અને માર્ગ મંત્રી નીતિન ગડકરીએ મહત્વની જાહેરાત કરી છે. તેઓએ એવું કહ્યું છે કે હવે ત્રણ મહિનામાં 60 કિલોમીટરના અંતરે માત્ર એક જ ટોલબુથ રહેશે. નીતિન ગડકરીએ કહ્યું કે, અમને પૈસાની જરૂર છે પરંતુ લોકોને પરેશાન કરી શકતા નથી. તેમણે કહ્યું કે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે એ ફરજિયાત બનાવ્યું છે કે, 8 મુસાફરો સુધીની દરેક કારમાં 6 એરબેગ હોવી જોઈએ. દેશમાં દર વર્ષે માર્ગ અકસ્માતમાં દોઢ લાખ લોકોના મોતનો ઉલ્લેખ કરતાં માર્ગ વાહનવ્યવહાર મંત્રીએ કહ્યું હતું કે લોકો મરતા રહે છે અને અમે જોતા રહીએ છીએ એવું ન થઈ શકે. કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું કે, સાંસદોના સૂચનોને પગલે સ્થાનિક લોકોના વિસ્તારમાં ટોલ પાસ કરવા માટે આધાર કાર્ડના આધારે પાસ બનાવવામાં આવશે. ત્રણ મહિનાની અંદર, એ સુનિશ્ચિત કરવામાં આવશે કે 60 કિલોમીટરની અંદર માત્ર એક જ ટોલ નાકા છે. બાકીના બંધ રહેશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).