Face Of Nation, 18-08-2021: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા છે. પરંતુ સૌથી મોટો સવાલ છે કે ગની ક્યાં છે? પહેલા તેઓ તઝાકિસ્તાનથી ઓમાન જવાની વાત થઈ રહી હતી. પરંતુ ખરેખર તેઓ ક્યાં છે તેની જાણકારી સૂત્રોએ આપી છે.
સૂત્રો પ્રમાણે અશરફ ગનીએ હવે યૂએઈની રાજધાની અબુધાબીમાં શરણ લીધુ છે. તે અબુધાબીમાં રહેશે. આ પહેલા રશિયાના સરકારી મીડિયાએ દાવો કર્યો હતો કે અફઘાનિસ્તાનથી ભાગતા રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પોતાના હેલિકોપ્ટરમાં રોકડ રૂપિયા ભર્યા હતા. પરંતુ જગ્યાની કમીને કારણે તેઓ નોટોથી ભરેલી કેટલીક બેગો રનવે પર છોડી ગયા હતા. રશિયાના સત્તાવાર મીડિયાએ સોમવારે આ દાવો કર્યો હતો.
આ વચ્ચે ટોલો ન્યૂઝે જાણકારી આપી છે કે તાલિબાનના રાજકીય કાર્યાલયના સભ્ય અનસ હક્કાનીએ આજે કાબુલમાં અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝઈ અને અબ્દુલ્લા અબ્દુલ્લા સાથે મુલાકાત કરી છે.
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ અશરફ ગનીએ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ પદથી રાજીનામુ આપી દીધુ હતું. તેમણે સ્પુતનિક એજન્સી સાથે વાત કરતા જણાવ્યું હતુ કે મેં હિંસા રોકવા માટે આ નિર્ણય લીધો. પાછલા રવિવારે તેઓ દેશ છોડી ભાગી ગયા હતા.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)