Face Of Nation : ગુજરાતમાં વાયરસના કારણે 29 સંક્રમિત કેસ 23મી માર્ચે બપોરે 2 વાગ્યા સુધી નોંધાયા છે અને એક વ્યક્તિનું મોત થયું છે ત્યારે જનજન સુધી અખબારો પહોંચાડતા ફેરિયાઓએ રાજ્યના સૌથી મોટા શહેરમાં અખબાર વિતરણની સુવિધા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયનો અમલ થતા આવતીકાલથી અમદાવાદના અનેક વિસ્તારોમાં અખબાર મળશે નહીં. અમદાવાદમાં ન્યૂઝ પેપરનું વિતરણ કરતા વિતરકોના એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે 24 માર્ચ એટલે કે આવતી કાલથી આગામી 31મી માર્ચ સુધી તેઓ છાપાનું વિતરણ બંધ રાખશે. આ નિર્ણયને કારણે અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં લાખો વાંચકોને અખબાર નહીં મળે.