Home Uncategorized નરેન્દ્ર મોદીની રેલીમાં ધમાકો કરનાર 9 આરોપી દોષી સાબિત, 1 નવેમ્બરે સજાની...

નરેન્દ્ર મોદીની રેલીમાં ધમાકો કરનાર 9 આરોપી દોષી સાબિત, 1 નવેમ્બરે સજાની જાહેરાત

Face Of Nation, 27-10-2021: આઠ વર્ષ પહેલા પટનાના ગાંધી મેદાન માં નરેન્દ્ર મોદીની હુંકાર રેલી માં ધમાકા થયા હતા. આ મામલામાં આજે એનઆઈએની વિશેષ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. બોમ્બ બ્લાસ્ટના મામલામાં એનઆઈએએ કોર્ટે એક આરોપી ફખરુદ્દીનને છોડી દીધો છે. તો હૈદર અલી, નુમાન અંસારી, મઝીબુલ્લાહ, ઉમર સિદ્દિકી, ફિરોઝ અસલમ, ઇમ્તિયાઝ આલમ સહિત 9ને સજા સંભળાવવાની તારીખ નક્કી કરી દીધી છે. એક નવેમબ્રે સજાની જાહેરાત કરવામાં આવશે. આ મામલામાં અત્યાર સુધી કોર્ટમાં 187 લોકોની સુનાવણી થઈ ચુકી છે.

ઉલ્લેખનીય છે કે ગાંધી મેદાન સીરિયલ બ્લાસ્ટ મામલામાં 27 ઓક્ટોબર, 2013ના પટનાના ગાંધી મેદાન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ 21 ઓક્ટોબર. 2013ના એનઆઈએએ કેસ સંભાળ્યો અને એક નવેમ્બરે દિલ્હીમાં એનઆઈએ સ્ટેશનમાં તેની ફરીથી એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. તેમાં સગીર સહિત 12 લોકો વિરુદ્ધ આરોપ પત્ર દાખલ કરવામાં આવ્યું હતું. તેમાં એકનું મોત સારવાર દરમિયાન થયું હતું. તો જુવેનાઇલ બોર્ડ દ્વારા સગીર આરોપીને પહેલા ત્રણ વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી ચુકી છે.

આ મામલામાં વકીલ લલન પ્રસાદ સિન્હાએ કહ્યુ કે, દસ આરોપીઓમાંથી 9 દોષી સાબિત થયા, એક આરોપીને શંકાના આધાર પર છોડી દેવામાં આવ્યો. છ વ્યક્તિ 302/120 હેઠળ દોષી સાબિત થયા છે અને બાકી સેક્શનની અંદર દોષી છે. તેમાં એનઆઈએએ ખુબ સારૂ કામ કર્યું છે. તેણે સાઇન્ટિફિક પૂરાવાના આધાર પર બધાને દોષી ઠેરવ્યા છે. એક નવેમ્બરે સજા સંભળાવવામાં આવશે. આ મામલાનું ષડયંત્ર છત્તીસગઢ માં ઘડાયું હતું. સામાન ઝારખંડથી લેવામાં આવ્યો અને પછી પટનામાં ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

આ મામલામાં આરોપી પાંચ આતંકીઓને પહેલા જ અન્ય કેસમાં આજીવન કેદની સજા ફકરાવવામાં આવી છે. તેમાં ઉમર સિદ્દિકી, અઝહરુદ્દીન, અહમદ હુસૈન, ફકરુદ્દીન, ફિરોઝ આલમ ઉર્ફ પપ્પૂ, નુમાન અંસારી, ઇફ્તિખાર આલમ, હૈદર અલી ઉર્ર અબ્દુલ્લા ઉર્ફે બ્લેક બ્યૂટી, મો. મોઝીબુલ્લાહ અંસારી તથા ઇમ્પિયાઝ અંસારી ઉર્ફે આલમ સામેલ છે. તેમાંથી ઇમ્તિયાઝ, ઉમેર, અઝહર, મોજિબુલ્લાહ અને હૈદરની બોધગયા સીરિયલ બોમ્બ બ્લાસ્ટમાં આજીવન કેદની સજા આપવામાં આવી છે.

મહત્વનું છે કે પટનામાં નરેન્દ્ર મોદીની હુંકાર રેલી હતી. તે સમયે નરેન્દ્ર મોદી ભાજપ અને એનડીએ તરફથી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર હતા. આ રેલી સિવાય એક ધમાકો પટના જંક્શન પ્લેટફોર્મ નંબર 10 પર પણ થયો હતો. છ લોકોના મોત થયા જ્યારે 80થી વધુ લોકોને ઈજા થઈ હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)