Home Uncategorized રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવાયો, આ તારીખ સુધી રહેશે અમલ

રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવાયો, આ તારીખ સુધી રહેશે અમલ

Face Of Nation, 15-08-2021: ગુજરાતમાં કોરોના વાયરસનાં કેસ સતત ઓછા જ નોંધાઈ રહ્યા છે ત્યારે રાજ્યની આઠ શહેરોમાં નાઈટ કર્ફ્યૂને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં નાઈટ કર્ફ્યૂ ફરીથી લંબાવી દેવામાં આવ્યું છે, રાજ્યનાં આઠ મોટા શહેરો એટલે મનપાઓમાં આ રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યું છે. રાજ્યમાં હાલ કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો હોવાથી સરકાર દ્વારા એક બાદ એક નિયંત્રણો અંગે નિર્ણયો કરી રહી છે. જે અંતર્ગત રાજ્ય સરકારે 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવાની જાહેરાત કરી છે. 17 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી 8 શહેરોમાં રાતના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ રહેશે.

આ પહેલા 28 જુલાઈના રોજ 8 શહેરોને રાત્રિ કર્ફ્યૂમાંથી 1 કલાકની રાહત આપી હતી. તેમજ ગણેશોત્સવ ઉજવવાની પણ છૂટ આપી છે. આ ઉપરાંત લગ્ન આ 8 મહાનગરોમાં હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

ગુજરાતીઓને રાત્રિ કર્ફ્યૂનાં સમયમાં પણ કોઈ ખાસ રાહત મળી નથી. રાતનાં 11 વાગ્યાથી સવારનાં છ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ પડશે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જુનાગઢમાં કર્ફ્યૂ લાગુ રહેશે.

નોંધનીય છે કે આ સિવાય ગુજરાતમાં જે પ્રતિબંધો કોરોના વાયરસ ગાઈડલાઇન તથા સોશ્યલ ડિસ્ટન્સને અનુલક્ષીને લગાવવામાં આવ્યા છે તે બધા જ નિયંત્રણો એમના એમ જ ચાલુ રાખવામાં આવ્યા છે અને કોઈ જ નવી છૂટછાટ આપવામાં આવી નથી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)