Face of Nation 15-12-2021: આંધ્રપ્રદેશના વેલુરુપાડથી 47 મુસાફરોને લઈને ઉપડેલી એસટી નિગમની બસ ગોદાવરી જિલ્લાની એક નહેરમાં ખાબકી હતી જેમાં 5 મહિલાઓ સહિત 9 લોકોના દર્દનાક મોત થયા હતા તથા ઘણા મુસાફરો ઘાયલ થયા હતા. ચાલકે કાબુ ગુમાવતા બસ બેકાબુ બનીને નહેરમાં ખાબકી હતી. જે સમયે બસ નહેરમાં ખાબકી હતી તે સમયે નહેરમાં ઘણુ પાણી હતું અને કેટલાક લોકો તણાયા હોવાની પણ શક્યતા છે. દુર્ઘટનાની ખબર મળતા પોલીસ અને ગામલોકો મદદે દોડી આવ્યાં હતા તથા લોકોને પાણીમાં બહાર કાઢવાનું શરુ કર્યું હતું.
પોલીસ અને સાક્ષીઓએ એવુ જણાવ્યું કે એસટી નિગમની બસ જ્યારે વોકળા પરના પુલ પર આવી ત્યારે બરાબર તે સમયે જ સામેની દિશાએ એક ટ્રક લોરી આવી હતી અને વોકળા પરનો પુલ ખૂબ સાંકળો હોવાથી બસ બેકાબુ થઈ હતી અને વોકળામાં ખાબકી હતી, જે સમયે બસ ખાબકી તે સમયે વોકળામાં ઘણુ પાણી વહી રહ્યું હતું કેટલાક લોકો ડૂબ્યા હોવાની પણ આશંકા છે. ડ્રાઈવરે બસને કાબુમાં લેવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તેમાં તેઓ નિષ્ફળ રહ્યાં અને આખરે બસ પાણીમા ખાબકી હતી જેમાં ડ્રાઈવર સહિત નવ લોકોના મોત થયા હતા તથા કેટલાક લોકો ઘાયલ થયા હતા.
જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે પોલીસ અને સ્થાનિકોએ ભેગા મળીને નવ મૃતદેહોને બહાર કાઢ્યાં છે જેમાં પાંચ મહિલાઓ અને ડ્રાઈવર સામેલ છે. અત્યાર સુધીમાં બાળકો સહિત 38 લોકોને બચાવી લેવાયા છે. હાલમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)