Face Of Nation:આ વખતે કેન્દ્રીય બજેટ નિર્મલા સીતારમણ રજૂ કરશે. સીતારમણ સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરનારી પહેલી ફુલ ટાઈમ નાણાં મંત્રી છે. આ પહેલા ઈન્દિરા ગાંધી કેન્દ્રીય બજેટ પણ રજૂ કરી ચૂક્યા છે. પરંતુ તેઓ ફુલ ટાઈમ નાણાં મંત્રી નહોતા.
નવી દિલ્હી: નાણા મંત્રી નિર્મલા સીતારમણ નાણાંકિય વર્ષ 2019-20 માટે કેન્દ્રીય બજેટ 2019 રજૂ કરશે. લોકસભા ચૂંટણી 2019માં ફરીથી ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદી 2.0 સરકાર હેઠળ રજૂ કરવામાં આવી રહેલું આ પહેલું બજેટ છે. લોકસભા ચૂંટણી પહેલા વચગાળાનું બજેટ 2019 પીયૂષ ગોયલે રજૂ કર્યું હતું. અરૂણ જેટલીની બીમારી બાદ પીયૂષ ગોયલને અસ્થાઈ રીતે નાણાં મંત્રીનો કાર્યભાર સોંપાયો હતો.
જોકે આ વખતે કેન્દ્રીય બજેટ નિર્મલા સીતારમણ રજૂ કરશે. સીતારમણ સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરનારી પહેલી ફુલ ટાઈમ નાણાં મંત્રી છે. આ પહેલા ઈન્દિરા ગાંધી કેન્દ્રીય બજેટ પણ રજૂ કરી ચૂક્યા છે. પરંતુ તેઓ ફુલ ટાઈમ નાણાં મંત્રી નહોતા.