Home News કેસ વધતા પરિસ્થિતિ બગડી, નિયમોનું પાલન કડકાઈથી કરવાની જરૂર છે : નીતિન...

કેસ વધતા પરિસ્થિતિ બગડી, નિયમોનું પાલન કડકાઈથી કરવાની જરૂર છે : નીતિન પટેલ

Face of Nation 07-01-2022:  રાજ્યમાં કોરોનાના કેસ અચાનક વધી રહ્યા છે, ત્યારે ત્રીજી લહેર અંગે અચાનક ઉભી થયેલી પરિસ્થિતિ અને કેસની સંખ્યા અચાનક વધી ગઈ છે તેવી રીતની સ્થિતિ હાલ ચિંતાજનક છે. હાલના કેસ સરવાળાની રીતે નહીં  ગુણાંકારની રીતે વધી રહ્યા છે. ઓમિક્રોનની ખાસિયત જ એ છે કે તે આ રીતે વધે છે. જે રીતે હાલ કોરોનાના કેસ સમગ્ર દેશમાં 1 લાખથી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે.

નીતિન પટેલે જણાવ્યું કે હાલ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે કડક લોકડાઉન આવશે? આ મુદ્દે નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોઈએ ડરવાની જરૂર નથી, પરંતુ જાગૃત રહેવા લોકોને અપીલ કરી છે. જો આપણે  નિયમોનું પાલન કરીએ તો ડરવાની જરૂર નથી. પરંતુ જો આપણે નિયમોનું પાલન ન કરીએ, માસ્ક ન પહેરીએ, સોશિયલ ડિસ્ટન્સિંગ ન જાળવીએ, જાહેર મેળવડા કરીએ તો ડરવાનો પ્રશન ઉભો થઈ શકે છે.

નીતિન પટેલે જણાવ્યું હતું કે હાલ લોકો માની રહ્યા છે કે ઓમિક્રોનથી ડરવાની જરૂર નથી, પરંતુ આજે દિલ્હીથી કેન્દ્ર સરકારના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઓમિક્રોનથી ડરવાનું જરૂર નથી એવું કોઈએ માની લેવું નહીં. તે ગમે ત્યારે ભયજનક થઈ શકે છે. જીવલેણ બની શકે છે. એટલે ડરવાનું નહીં પણ જાગૃત બનવાની જરૂર છે.

તેમણે ઉમેર્યું હતું કે, હાલ રાજ્ય સરકાર ત્રીજી લહેરની પહોંચી વળવા પર પુરેપુરી તૈયારીઓ કરી લીધી છે. પરંતુ હાલ લોકડાઉનની કોઈ જરૂર નથી. અચાનક કેસોની સંખ્યા વધી છે એ ચિંતાનો વિષય છે. અત્યારે રાજ્યમાં કેસ સરવાળાની જેમ નહીં ગુણાકારમાં વધી રહ્યા છે. નીતિન પટેલે માન્યુ હતું કે, કેસ વધી રહ્યા છે, પરિસ્થિતિ બગડતી જાય છે. આકરા નિયત્રંણોની જરૂર છે.

રાજ્યના પૂર્વ આરોગ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) બીજી લહેર વખતની સ્થિતિ અને શરૂ થયેલી ત્રીજી લહેર (third wave) વખતે રાખવાની સાવચેતીઓ વિશે માહિતી આપી હતી. ગુજરાતમાં કોરોનાના વધતા કેસની ચિંતા વચ્ચે કડક નિયંત્રણો લાદવા જોઈએ કે નહીં તેવી સ્થિતિ હાલ છે કે નહીં? હોસ્પિટલોમાં સરકારી અને ખાનગી હોસ્પિટલો માટે શું માર્ગદર્શિકા હોવી જોઈએ? જેવા મુદ્દાઓ પર વાતચીત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાની બીજી અને ત્રીજી લહેરના દર્દીઓના લક્ષણો અને રોગની ગંભીરતા બંને અલગ છે. નીતિન પટેલે જણાવ્યુ કે ત્રીજી લહેરમાં સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાય છે.

નીતિન પટેલે ઉમેર્યું હતું કે, સંભવિત ત્રીજી લહેરમાં રાહતના સમાચાર અંગે જણાવ્યું કે આ ત્રીજી લહેરમાં મોટાભાગના દર્દીઓ હોમ આઈસોલેશનમાં રહીને જ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. હોસ્પિટલમાં દાખલ કરવા પડે, ઓક્સિજન આપવો પડે તેવા કોઈ દર્દી હાલમાં હોસ્પિટલમાં વધુ પ્રમાણમાં ન હોવાનું તેમણે જણાવ્યુ હતુ.

નીતિન પટેલે જણાવ્યુ હતુ કે WHOની ગાઈડલાઈનનું પાલન તો થવુ જ જોઇએ. તેમણે જણાવ્યુ કે રોગ કોઇપણ હોય તેને હળવાશથી ક્યારેય ન લેવો જોઇએ.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).