Home Gujarat ગુજરાત વિધાનસભામાં નીતિન પટેલ પોતાની જગ્યા શોધવામાં ભૂલા પડ્યા; કોંગ્રેસના સભ્યોએ તેમની...

ગુજરાત વિધાનસભામાં નીતિન પટેલ પોતાની જગ્યા શોધવામાં ભૂલા પડ્યા; કોંગ્રેસના સભ્યોએ તેમની બાજુ આવી જવાનો કટાક્ષ કર્યો!

Face Of Nation 14-03-2022 : આજે ગૃહની પ્રશ્નોત્તરી દરમ્યાન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાની જગ્યા શોધવામાં ભુલા પડ્યા હતાં. તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યોએ તેમની બાજુ આવી જવાનો કટાક્ષ કરતાં ગૃહમાં રમુજી વાતાવરણ સર્જાયું હતું. આજે પ્રશ્નોત્તરીમાં અડધી પ્રશ્નોત્તરી પુરી થયા બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ ગૃહમાં આવ્યા હતાં. આ દરમ્યાન કોંગ્રેસના પ્રતાપ દુધાત અને લલિત કગથરાએ ચાલુ ચર્ચામાં આવો આવો નીતિન કાકા કહીને આવકાર્ય હતાં. જયારે આ કટાક્ષ વચ્ચે કોંગ્રેસના સભ્યોએ તેમની પાસે બેસવા ટીપ્પણી કરી હતી.તો બીજી તરફ પોતાની જગ્યા શોધવામાં ભુલા પડેલા નીતિન ભાઈને કેબિનેટ મંત્રી કિરીટ સિંહ રાણાએ તેમની જગ્યા ઈશારાથી બતાવતા નીતિન ભાઈ વિજય રૂપાણીની બાજુમાં તેમને ફળવાયેલી જગ્યા પર બેઠાં હતાં. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).