પહેલીવાર મોટુ બજેટ રજૂ કર્યુ, નાણાંકીય વર્ષ 2019-20નું પૂર્ણ કદનું બજેટ, રાજ્યની સ્થાપના બાદ પહેલીવાર 2 લાખ કરડોનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.નાણામંત્રી નીતિન પટેલે સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે 260 કરોડની અને નર્મદા યોજના માટે 6595 કરોડની ફાળવણી કરી છે.
Face Of Nation:ભારત સરકારે રાજ્યના 28 લાખ ખેડૂતોને સહાયના પ્રથમ બે હપ્તા પેટે 1,131 કરોડ ચૂકવ્યા, ભારત સરકારે બે હેક્ટરની મર્યાદા દૂર કરી છે, જેથી રાજ્યના બધા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7111 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ખેડૂતોને ઝીરો ટકાના દરે લોન મળે તે માટે વ્યાજ સહાય માટે 952 કરોડની જોગવાઈ કરવામાં આવી છે
2020 સુધી તમામ વિસ્તારમાં નળ દ્વારા શુધ્ધ પીવાનુ પાણી પહોંચાડાશે, જેના માટે હાલ 4500 કરોડની ફાળવણી કરવામાં આવી છે
ઉદ્યોગોના દુષિત પાણીને શુદ્ધ કરીને દરિયામાં નિકાલ માટે પીપીપી ધોરણે પાઇપ લાઇન નંખાશે, આ માટે રૂ.2,275 કરોડ ખર્ચાશે. આ માટે આ વર્ષે 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે