Home News ગુજરાતના ડોક્ટર્સને હડતાળ પર ન જવા નીતિન પટેલની અપીલ

ગુજરાતના ડોક્ટર્સને હડતાળ પર ન જવા નીતિન પટેલની અપીલ

નીતિન પટેલની અપીલ ગુજરાતના ડોક્ટર્સની લાગણી કેન્દ્ર સરકાર સમક્ષ અને પશ્ચિમ બંગાળ સરકારને રાજ્ય સરકાર અચુક પહોંચાડશે: નીતીન પટેલ

Face Of Nation:નાયબ મુખ્ય મંત્રી અને આરોગ્ય મંત્રી નીતીનભાઇ પટેલે જણાવ્યું છે કે, પશ્ચિમ બંગાળમાં ડોક્ટર્સ પર થયેલ હુમલો એ દુઃખદ બનાવ છે. આ સંદર્ભે રાજ્ય સરકાર દુઃખની લાગણી અનુભવે છે. ગુજરાતના ડોક્ટર્સ ધ્વારા તા.૧૭મી જૂન રોજ હડતાલ પર જવાનું એલાન આપ્યુ છે ત્યારે દર્દીઓના હિતમાં ડોક્ટરોને હડતાલ પર ન જવા નાયબ મુખ્યમંત્રીએ અપીલ કરી છે.

નાયબ મુખ્ય મંત્રી પટેલે ઉમેર્યુ કે, રાજયના દર્દીઓને આરોગ્ય સવલતો સમયસર મળી રહે અને તેઓને કોઇ તકલીફ ન પડે તે માટે તથા ઇમરજન્સી તથા કેજ્યુલીટી સમયે પણ દર્દીને સત્વરે સારવાર મળી રહે તે આશયથી દર્દીના હિતને ધ્યાનમાં લઇ રાજ્યના ડોક્ટરોને હડતાલમાં ન જવા રાજ્ય સરકારે જે અપીલ કરી છે. તેમાં તમામ ડોક્ટર્સ તથા એસોશીએશનો સહકાર આપીને પોતાની સેવાઓ તથા યથાવત રાખે તે જરૂરી છે.