Face of Nation 23-01-2022: અમેરિકા જવાની ઘેલછા ગુજરાતી પરિવારને મોંઘી પડી,કેનેડા-યુએસની બોર્ડર પર માઈનસ 35 ડીગ્રી ઠંડીમાં બોર્ડર ક્રોસ કરીને અમેરિકા જતી વખતે થીજી જવાથી કલોલ તાલુકાના ડિંગુચા ગામના એક પાટીદાર પરિવારના 4 સભ્યોના મોત થઈ ગયા હતા. અને અન્ય ઉત્તર ગુજરાતના 7 ગુજરાતીઓ ઝડપાઈ ગયા હતા. આ ઘટનાના વિશ્વભરમાં ઘેરા પડઘાં પડ્યા છે. ભારત સરકાર અને કેનેડા સરકાર પણ દોડતી થઈ ગઈ છે.ત્યારે ઉત્તર ગુજરાતના ભાજપના પીઢ રાજનેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એવું નિવેદન આપ્યું છે કે પોતાની જ સરકાર સામે સવાલો ઉઠાવ્યો છે. 1995થી લઈ અત્યાર સુધીમાં સત્તામાં રહ્યા બાદ પોતે પણ 20 વર્ષ મંત્રી પદે રહ્યા બાદ હવે તેમને ડહાપણની દાઢ ફૂટી છે. તેમણે સરદારધામ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં અહીં તક ન મળતી હોવાની વાત કહી હતી. નીતિન પટેલે કહ્યું કે, મોટા પ્રમાણમાં લોકો અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જાય છે. શા માટે જાય છે? અહીં તક નથી. અહીં મહેનત કર્યાં પછી પણ સ્થાન મળતું નથી એટલે મોટી રકમનો ખર્ચ કરીને કેટલાય જોખમો લઈને અમેરિકા જતા હોય. ત્યાં કોઈ ચિંતા નથી. ખાલી આ બોર્ડર ક્રોસ કરવાની જ ચિંતા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).