Home Uncategorized લોકડાઉન દરમ્યાન શહેરોની અંદર આવેલા એક પણ ઉધોગો ખુલશે નહીં : સરકારનો...

લોકડાઉન દરમ્યાન શહેરોની અંદર આવેલા એક પણ ઉધોગો ખુલશે નહીં : સરકારનો નિર્ણય

ફેસ ઓફ નેશન, 19-04-2020 : સમગ્ર રાજ્યમાં કોરોના બેકાબુ બની રહ્યો છે. અમદાવાદ ગુજરાતનું કોરોના કેન્દ્ર બની ગયું છે તેવામાં છૂટછાટ આપવી એ ખતરાની ઘંટડી વગાડવા સમાન છે. અત્યાર સુધીમાં 1600થી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેને પગલે ભારત સરકારે લોકડાઉનનો સમયગાળો ૩ મે સુધી લંબાવ્યો છે. પરંતુ રાજ્યમાં 20 એપ્રિલે વાણિજ્યિક અને ઉદ્યોગ સંબંધિત કેટલીક શરતો સાથે છૂટછાટો આપવાનો નિર્ણય કર્યો છે. જો કે તે શહેરોમાં અમલી બનશે નહીં.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારના જણાવ્યા અનુસાર, લોકડાઉનમાં 20 એપ્રિલથી કેટલીક જગ્યાએ થોડી છૂટછાટ મળવાની છે. તે માટે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. શહેરી વિસ્તારની બહાર આવેલા ઉદ્યોગોને જ મંજૂરી મળશે, શહેરી વિસ્તારના કોઈપણ ઉદ્યોગને મંજૂરી નહીં મળે. શહેરી વિસ્તારની બહાર આવેલા ઉદ્યોગોને તબક્કાવાર મંજૂરી અપાશે. રાજ્યની 8 મનપા અને 162 નગરપાલિકાની હદમાં આવતા ઉદ્યોગોને મંજૂરી અપાશે નહીં. શહેરી વિસ્તારની બહાર આવેલા ઉદ્યોગોને કેટલીક શરતો સાથે જિલ્લા કલેક્ટર મંજૂરી આપશે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

રાણીપ પોલીસ સ્ટેશનના કર્મચારીને જમીન ઉપર પથારી કરીને સારવાર અપાઈ રહી છે !

સાવધાન : અમદાવાદમાં નોંધાયેલા 140માંથી 125 લોકો એવા હતા જેને કોરોનાના કોઈ લક્ષણ નહોતા