Home News અમદાવાદ : બોપલમાં વાહનો લઈને નીકળવા ઉપર પ્રતિબંધ, માત્ર સવારે 4 કલાક...

અમદાવાદ : બોપલમાં વાહનો લઈને નીકળવા ઉપર પ્રતિબંધ, માત્ર સવારે 4 કલાક છૂટ

ફેસ ઓફ નેશન, 16-04-2020 : અમદાવાદના બોપલમાં કોરોનાના કેસો નોંધાયા છે. જેને લઈને તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય પ્રમાણે કોઈ પણ વ્યક્તિ વાહન લઈને રોડ રસ્તા ઉપર નીકળી શકશે નહીં. વાહનો ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે માત્ર સવારે 7 થી 11 કલાક સુધી છૂટ આપવામાં આવી છે. જો કે આ દરમ્યાન પણ કોઈ વ્યક્તિ વગર કામે બહાર નીકળશે તો તેની વિરુદ્ધ ગુનો નોંધી વાહન જપ્ત કરવામાં આવશે.
અમદાવાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ હર્ષદ વોરાએ એક આદેશ કર્યો છે. આ આદેશ મુજબ, બોપલ નગરપાલિકા વિસ્તારમાં આગામી 3 મે સુધી ટુ વ્હિલર અને ફોર વ્હિલર વાહન પર પ્રવાસ કરવા સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આવશ્યક ચીજ વસ્તુઓ લેવા જવા માટે સવારે 7 થી 11 વાગ્યા સુધી વાહન લઇ જઇ શકાશે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું ફરજીયાત પાલન કરવાનું રહેશે. (સતત સમાચારોની અપડેટ મેળવવા 9328282571 નંબર આપના વોટ્સએપ ગ્રુપોમાં એડ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

અમદાવાદ : 13 દિવસમાં 10 બાળકી સહીત 14 બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો

ટોરેન્ટ પાવર અને GEBએ લોકોને છેલ્લા બિલોની એવરેજના આધારે બિલ મોકલ્યા