Home Uncategorized જાણો, ગુજરાતના આટલા જિલ્લાઓમાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી

જાણો, ગુજરાતના આટલા જિલ્લાઓમાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી

ફેસ ઓફ નેશન,(ધવલ પટેલ) 03-04-2020 : દેશ અને વિશ્વની સરખામણીએ જોવા જઈએ તો ગુજરાત સરકારના અધિકારીઓ અને હોસ્પિટલ સ્ટાફની કોરોના મામલે કાર્યવાહી નોંધનીય રહી છે. ગુજરાતમાં કુલ 75 લોકોની સામે માત્ર 2 લોકોની હાલત જ ગંભીર છે બાકી તમામની સ્થિતિ સ્થિર છે. જો કે ગુજરાતના એવા જિલ્લાઓ, તાલુકાઓ અને શહેરો છે કે જ્યાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જેમાં બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, અમરેલી, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, ભરૂચ, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે. સૌથી વધુ 32 કેસ અમદાવાદમાં નોંધાયા છે, અને સૌથી ઓછા મહેસાણા, કચ્છ, પંચમહાલમાં એક એક કેસ નોંધાયા છે. સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધી કુલ 95 કેસ નોંધાયા છે, જેમાં 77 સારવાર હેઠળ છે, 10 લોકો સ્વસ્થ થઇ ગયા છે જેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે, જયારે અત્યાર સુધી 8 વ્યક્તિના મોત થયા છે. જયારે સમગ્ર દેશમાં જોવા જઈએ તો સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરામાં કોઈ કેસ નોંધાયો નથી, સૌથી વધુ 423 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે.
ગુજરાતના ઉપરોક્ત જિલ્લાઓના લોકો હાલ સુરક્ષિત છે તેમ કહેવામાં કોઈ બે મત નથી. જો કે અહીં રહેનારા તમામ લોકોએ જાગૃતતા રાખવી અત્યંત જરૂરી છે કારણ કે, એક વ્યક્તિની બેદરકારી પણ સમગ્ર જિલ્લાને તકલીફમાં મૂકી શકે તેમ છે. પવિત્રયાત્રાધામ તરીકે જેની ગણના થાય છે તેવા શક્તિપીઠોની વાત કરીએ તો માત્ર પાવાગઢ જ્યાં આવેલું છે તે પંચમહાલમાં એક જ કેસ છે અને અંબાજી જ્યાં આવેલું છે તે બનાસકાંઠામાં એક પણ કેસ નથી નોંધાયો. જો કે આ વિસ્તારના લોકોએ આસ્થાની સાથે સાથે તકેદારી પણ રાખવી વધુ હિતાવહ બની રહે તેમ છે.

કોરોના ઉપર પ્રતિબંધ : જાણો કયો દેશ છે જ્યાં કોરોના વાઇરસ બોલનારને થાય છે જેલ

લોકડાઉનના ઉલ્લંઘનને લઈ કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને કડક કાર્યવાહીનો આદેશ આપ્યો