Home News અમદાવાદમાં નો એન્ટ્રી : લોક ડાઉનના પગલે પોલીસ એક્શનમાં, બિનજરૂરી નીકળ્યા તો...

અમદાવાદમાં નો એન્ટ્રી : લોક ડાઉનના પગલે પોલીસ એક્શનમાં, બિનજરૂરી નીકળ્યા તો વાહન જપ્ત

Face Of Nation : અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરે વાતચીત કરી હતી અને લોકડાઉનની તૈયારીઓને લઈને એક્શન પ્લાન બનાવ્યો હતો. જેમાં અમદાવાદમાં સવારે 10 વાગ્યાથી આંશિક લોકડાઉન હોવાથી લોકોને બહાર ન નીકળવા અને નીકળશે તો વાહનો ડિટેઈન કરવાની ચીમકી આપી હતી.  સવારે શહેરમાં કોરોનાના કહેરની વચ્ચે શહેરીજનો રસ્તા પર ફરતા જોવા મળ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા 25 માર્ચ સુધી અમદાવાદ સહિતના છ મહાનગરોને લોકડાઉન જાહેર કર્યા પછી પણ શહેરીજનો શહેરના માર્ગો પર ફરતા જોવા મળી રહ્યા હતા. ત્યારે આ લોકોને સમજાવા અને બહાર ન નીકળવા માટે અને જો લોકો ન સમજે તો કડક કાર્યવાહી કરવા માટે શહેરમાં પોલીસ ફોર્સ ઉતારવાની વાત કરવામાં આવી હતી. દફનાળા સર્કલ પાસે પોલીસ દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું છે. એરપોર્ટથી શહેરમાં પ્રવેશતા અને અમદાવાદથી ગાંધીનગર તરફ જતા લોકોને રોકવામાં આવી રહ્યાં છે. સમગ્ર દિવસ દરમિયાન પોલીસ દ્વારા લોકડાઉન કરવામાં આવશે. પોલીસે લોકડાઉનને પગલે વડોદરા શહેરની 11 ચેક પોસ્ટ સીલ કરી દીધી છે અને કોઇને વડોદરામાં પ્રવેશ કે વડોદરામાંથી બહાર નીકળવા દેવામાં આવી રહ્યા નથી.3 દિવસનું લોકડાઉન હોવા છતાં લોકો રસ્તા ઉપર નીકળી ગયા હતા. શરૂઆતમાં પોલીસે લોકોને ઘરે પર જવાની અપીલ કરી રહી હતી. પરંતુ બાદમાં પોલીસે વાહનો ડિટેઇન કરવાનું શરૂ કર્યું છે. જેમાં પોલીસે બહાર નીકળેલા લોકોના 500 ટુ-વ્હીલર્સ અને કાર્સ ડીટેઇન કરી છે. પોલીસે દુકાનો બંધ કરવાનું એનાઉન્સમેન્ટ કર્યાં પછી પણ પાદરામાં દુકાન ખુલ્લી રાખતા 7 વેપારીઓની અટકાયત કરવામાં આવી છે.