Face of Nation 18-12-2021: દેશના ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન તેમના પિતા અને દેશના ભૂતપુર્વ તાનાશાહ કિમ જોંગ-ઈલની 10મી વરસી નિમિત્તે વિચિત્ર પ્રકારના ફરમાન જાહેર કર્યાં છે. આ ફરમાન પ્રમાણે દેશમાં લોકો હસી શકશે નહીં આ ઉપરાંત શોપિંગ અને શરાબ પીવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મીડિયા અહેવાલો પ્રમાણે કિમે શુક્રવારથી 11 દિવસ સુધી દેશમાં રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.
રેડિયો ફ્રી એશિયાએ ઉત્તર કોરિયામાં સિનુઈઝુ શહેરના લોકો સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે હવે સામાન્ય લોકો દૈનિક જરૂરિયાતના સામાનની ખરીદી પણ કરી શકશે નહીં. જો કોઈ નિયમ તોડશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એક નાગરિકે નામ નહીં આપવાની શરતે કહ્યું કે અગાઉ પણ જે લોકો કિમ જોંગ-ઈલની વરસી સમયે નશામાં જોવા મળતા તેમની ધરપકડ કરી લેવામાં આવતી હતી. આ પૈકી મોટાભાગના લોકોની બાદમાં કોઈ જ માહિતી મળતી ન હતી.
પ્રતિબંધના 11 દિવસ દરમિયાન જો કોઈનું મોત થાય છે તો તેમનો પરિવાર જોરથી રડી પણ શકતો નથી. શોકની મુદત પૂરી થયા બાદ જ મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જઈ શકાય છે. આ 11 દિવસમાં જો કોઈનો જન્મ દિવસ આવે છે તો તેને સેલિબ્રેટ પણ કરી શકાશે નહીં.
હાંગહો પ્રાંતના એક રહેવાસીએ કહ્યું- પોલીસને લોકો પર ચાંપતી નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. જો કોઈ નિયમ તોડે છે તો તેમની તાત્કાલિક ધરપકડ કરી લેવામાં આવશે. ડિસેમ્બરના પ્રથમ દિવસથી જ શોક સમયે લોકો પરત ફરી શકશે નહીં. માટે પોલીસની સમગ્ર મહિના દરમિયાન સ્પેશિયલ ડ્યુટી લગાવવામાં આવી છે. આ સમયે પોલીસ અધિકારીઓ ઊંઘ પણ લઈ શકશે નહીં. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)