Home News લોકડાઉનના નિયમોનો ભંગ : ઓરેન્જ ઝોનના લોકો રેડ ઝોનમાં આવ્યા પછી સતર્ક...

લોકડાઉનના નિયમોનો ભંગ : ઓરેન્જ ઝોનના લોકો રેડ ઝોનમાં આવ્યા પછી સતર્ક બનશે ?

ફેસ ઓફ નેશન, 30-04-2020 : અમદાવાદના કોટ વિસ્તારથી શરૂ થયેલો કોરોના આજે સમગ્ર શહેરમાં ફેલાઈ ગયો છે. અમદાવાદના વિસ્તારોને ત્રણ ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. રેડ, ઓરેન્જ અને ગ્રીન. રેડ વિસ્તાર એટલે જ્યાં સૌથી વધુ કેસ નોંધાય છે, ઓરેન્જ એટલે જ્યાં કેસોની શરૂઆત થઇ ચુકી છે અને ગ્રીન એટલે જ્યાં નહિવત માત્રામાં કેસ નોંધાયા છે. આ ત્રણેય ઝોનમાં અમદાવાદના તમામ વિસ્તારો માત્ર રેડ અને ઓરેન્જમાં જ છે. હજુ સુધી એક પણ વિસ્તાર એવો નથી કે જે ગ્રીન ઝોનમાં આવતો હોય. જમાલપુર, ખાડિયા જે વિસ્તારોને રેડ ઝોન જાહેર કરાયા છે. જ્યાં નિયમોનું પાલન થઇ રહ્યું છે. પોલીસનો ડર પણ છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. જયારે ઓરેન્જ ઝોનમાં ખુલ્લેઆમ લોકડાઉનના નિયમોનો ભંગ થતો જોવા મળી રહ્યો છે. લોકો ખુલ્લેઆમ ફરી રહ્યા છે. એટલું જ નહીં સોશિયલ ડિસ્ટસિંગનું પણ પાલન કરવામાં આવતું નથી. આ ઝોનના લોકો શું પોતાનો વિસ્તાર રેડ ઝોન થાય તેની રાહ જોઈ રહ્યા છે.
આજદિન સુધી અમદાવાદમાં કુલ 2762 કેસ નોંધાયા છે. જેમાં હાલ 2365 લોકો સારવાર હેઠળ છે. આ સંખ્યામાંથી મધ્ય ઝોનમાં 1026, દક્ષિણ ઝોનમાં 623, ઉત્તર ઝોનમાં 217, પશ્ચિમ ઝોનમાં 214, પૂર્વ ઝોનમાં 177, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 54 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 54 કેસોનો સમાવેશ થાય છે. કોટ વિસ્તાર બાદ દક્ષિણ ઝોન એટલે કે, મણિનગર, બહેરામપુરા, દાણીલીમડા, ઇસનપુર, ખોખરા, વટવા, ઇન્દ્રપુરી અને લાંભાનો સમાવેશ થાય છે. બીજી બાજુ પશ્ચિમમાં પણ કેસો વધી રહ્યા છે જેનો આંક અત્યાર સુધી 214એ પહોંચ્યો છે. મધ્ય, દક્ષિણ અને પશ્ચિમ ઝોનમાં કેસો વધી રહ્યા છે. આ તમામ ઝોનમાંથી એક પણ વિસ્તાર હજુ સુધી ગ્રીન ઝોનમાં મુકાયો નથી.
પશ્ચિમ વિસ્તારના નારણપુરા, ઘાટલોડિયા, ગોતા, ચાંદલોડિયા, રાણીપ, વાડજ, થલતેજ, સેટેલાઇટ જેવા વિસ્તારોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ઘાટલોડિયામાં આવેલા સંજયનગરમાં પણ કેસો નોંધાઈ રહ્યા છે. મેમનગરમાં પણ કેસો નોંધાયા છે. મધ્ય ઝોનમાં અગાઉ મોટાભાગના વિસ્તારો ઓરેન્જ ઝોનમાં જ હતા પરંતુ આજે તે રેડ ઝોનમાં આવી ગયા છે. વધતા જતા કેસોને લઈને દક્ષિણ ઝોન પણ રેડ ઝોનમાં આવી ગયો છે. જમાલપુર, ખાડિયા, દરિયાપુર, શાહપુર, દાણીલીમડા, બહેરામપુરા આ તમામ વિસ્તારો રેડ ઝોનમાં છે. તેના સિવાયના તમામ ઓરેન્જ ઝોનમાં છે પરંતુ એક પણ વિસ્તાર ગ્રીન ઝોનમાં નથી. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

લક્ષણો ન હોવા છતાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તેવા લોકો હવે ઘેર બેઠા શરતોને આધીન સારવાર લઈ શકશે

લક્ષણો ન હોવા છતાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તેવા લોકો હવે ઘેર બેઠા શરતોને આધીન સારવાર લઈ શકશે