ફેસ ઓફ નેશન, 26-04-2020 : આજથી ગુજરાત સરકારે છૂટછાટ સાથે કેટલીક દુકાનો ખોલવાનો નિર્ણય લીધો હતો. જે અમદાવાદ મ્યુ. કોર્પોરેશને બદલી નાખ્યો છે. આ નિર્ણય પ્રમાણે નક્કી કરવામાં આવેલી દુકાનોને આજથી ખોલવા માટે મંજૂરી આપવામાં આવી હતી. જો કે હવે કાલથી ફરી પાછી આ તમામ દુકાનો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુ. કોર્પોરેશને રાજ્ય સરકારનો નિર્ણય બદલીને અમદાવાદમાં દવા અને જીવન જરૂરિયાત સિવાયની એક પણ દુકાન નહીં ખોલવાનો નિર્ણય લીધો છે. આ દરમ્યાન પોલીસ દ્વારા લોકડાઉનનો કડક અમલ કરાવવામાં પણ આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, ગઈકાલથી આજ સુધી 49 દર્દી ડિસ્ચાર્જ થયા છે. શહેરમાં અત્યાર સુધીમાં 193 દર્દી સાજા થયા છે. તેમજ શહેરના વેપારીઓએ લોકડાઉનની મુદ્દત 3 મે સુધી સ્વૈચ્છીક રીતે દુકાનો ન ખોલવાનો નિર્ણય કર્યો છે. વેપારી એસોસિયેશને સામેથી જ આ પ્રસ્તાવ મુક્યો હતો. આ નિર્ણય બદલ હું તેમને બિરદાવવા માગું છું. વેપારી એસોસિયેશન સાથેની ચર્ચા વિચારણા બાદ હવે આજે ખુલેલી દુકાનો પણ 3 મે સુધી બંધ રાખવામાં આવશે. (ફેસ ઓફ નેશનના પેજને faceofnation.news ફેસબુકમાં લાઈક અને ફોલો કરવા દરેકને વિનંતી. સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં જોડાવવા માટે ક્લિક કરો : faceofnation.news )
સમગ્ર દેશમાં બે હજાર કેસ સાથે અમદાવાદ બીજા નંબરનું શહેર, પહેલા નંબરે મુંબઈ