Home Gujarat એલર્ટ : 30મી અને પહેલી જુલાઈએ રથયાત્રાના રુટ પર વાહન પાર્ક કર્યું...

એલર્ટ : 30મી અને પહેલી જુલાઈએ રથયાત્રાના રુટ પર વાહન પાર્ક કર્યું તો થશે પોલીસ ફરિયાદ, કાલુપુર જનારા મુસાફરો માટે બસ અને ઈ-રીક્ષાની વ્યવસ્થા!

Face Of Nation 26-06-2022 : અમદાવાદમાં રથયાત્રાને લઈને પોલીસ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે, જેમાં રથયાત્રાના રુટ પર વાહનોની અવરજવર અને પાર્કિંગને લઈને પણ નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદમાં કેટલાક નક્કી કરવામાં આવેલ રસ્તાઓ પર 30મી જૂન અને પહેલી જુલાઈના બે દિવસ દરમિયાન કોઈ પણ વાહનનું પાર્કિંગ થઈ શકશે નહીં. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તો બીજીતરફ પોલીસ કમિશનરના જાહેરનામનું 30મી જૂન અને પહેલી જુલાઈએ જ્યાં સુધી રથયાત્રા પુરી ના થાય ત્યાં સુધી પાલન કરવાનું રહેશે. જે લોકો આ જાહેરનામનું પાલન ના કરીને આ રસ્તાઓ પર વાહન પાર્ક કરશે તો તેમની સામે કલમ 188 અને 131 મુજબ કાર્યવાહી થશે.
કાલુપુર જનારા મુસાફરો માટે બસ, ઈ-રીક્ષાની વ્યવસ્થા
રથયાત્રા પસાર થાય ત્યારે કાલુપુર રેલ્વે સ્ટેશનના મુસાફરો હેરાન ના થાય તે માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. દરિયાપુર દરવાજાથી કાલુપુર રેલ્વે સ્ટેશન માટે AMTS બસની વ્યવસ્થા કરવામાં આવી છે અને રથયાત્રા પ્રેમ દરવાજા તેમજ કાલુપુરથી પસાર થતી હોય ત્યારે દરિયાપુર દરવાજાથી કાલુપુર રેલ્વે સ્ટેશનનો માર્ગ બંધ કરવામાં આવે ત્યારે રેલ્વે સ્ટેશન જવાવાળા પ્રવાસીઓની સુવિધા માટે 89/3ની શટલની 8 બસ રહેશે. રથયાત્રા નિમિત્તે BRTS બસના કેટલાક રુટ પર ઈ-રીક્ષા રહેશે. પૂર્વ વિસ્તાર માટે સરકારી લીથો પ્રેસ કાલુપુર સુધી 4 ઈ-રીક્ષા, પ્રેમ દરવાજાથી કાલુપુર સુધી 4 ઈ-રીક્ષા, કાલુપુર રેલ્વે સ્ટેશન પર 4 ઈ-રીક્ષા રહેશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).