Face Of Nation, 08-10-2021: કોરોના વેક્સીનની માન્યતાને લઇને ભારતની જવાબી કાર્યવાહી આગળ આખરે બ્રિટનને ઝુકવું પડ્યું છે. ભારતમાં બ્રિટનના રાજદૂત એલેક્સ એલિસે આજે કહ્યું કે ભારતમાં કોવિશીલ્ડના બંને ડોઝ લઇ ચૂકેલા તમામ ભારતીય યાત્રીઓને 11 ઓક્ટોબરથી તેમના દેશમાં ક્વોરોન્ટાઇન રહેવું નહી પડે.
#WATCH | No quarantine for Indian travellers to UK fully vaccinated with Covishield or another UK-approved vaccine from October 11: Alex Ellis, British High Commissioner to India pic.twitter.com/jShYtECRf2
— ANI (@ANI) October 7, 2021
બ્રિટને ડબ્લ્યૂએચઓ દ્વારા માન્યતા પ્રાપ્ત ભારતની કોવિશીલ્ડને અત્યાર સુધી માન્યતા આપી નથી. તેના લીધે ભારતીય વિદ્યાર્થીઓ તથા અન્ય ભારતીયોને બ્રિટન પહોંચતાં કોરન્ટાઇન રહેવું પડતું હતું. ભારતે પણ જવાબી કાર્યવાહી કરતાં ભારત પહોંચનાર બ્રિટિશ નાગરિકો માટે ક્વોરોન્ટાઇન જરૂરી કરી દીધું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)