Home Uncategorized ગુજરાતના આ શહેરમાં આજથી આ સ્થળોએ ‘વેકસિન નહીં તો એન્ટ્રી નહીં’ અભિયાન...

ગુજરાતના આ શહેરમાં આજથી આ સ્થળોએ ‘વેકસિન નહીં તો એન્ટ્રી નહીં’ અભિયાન શરૂ

Face Of Nation, 20-09-2021:  અમદાવાદમાં આજથી AMTS- BRTSની બસોમાં તથા મહાપાલિકાની ઓફિસોમાં રસી વગર કોઈ નાગરિકને પ્રવેશ નહીં મળે. 18થી વધુ વયના લોકોએ વેક્સિન લીધાનું ફિઝીકલ કે ઈ- સર્ટિફિકેટ સાથે રાખવાનું રહેશે. 17 સપ્ટેમ્બરે મ્યુનિ. કમિશનરે ટ્વિટ કરી નો વેક્સિન – નો એન્ટ્રીની જાહેરાત કરી હતી.

આ હિસાબે સોમવારથી મ્યુનિ. ની જુદીજુદી તમામ સેવા સ્થળો ઉપર કોરોના સર્ટિફિકેટની તપાસ કર્યા બાદ જ એન્ટ્રી આપવા નિર્ણય કરાયો છે. એએમટીએસ, બીઆરટીએસ, કાંકરિયા લેકફ્રન્ટ, રિવરફ્રન્ટ, લાઈબ્રેરી, જીમખાના, સ્વિમિંગ પુલ, એએમસી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, સિટી સિવિક સેન્ટરમાં સોમવારથી વેક્સિન લીધા વગરના લોકો માટે પ્રવેશ નિષેધ કરાયો છે.

18 વર્ષથી મોટી ઉંમરના દરેક લોકોએ પોતાની પાસે ફિઝિકલ કોવિડ વેક્સિનેશન સર્ટિફિકેટ અથવા મોબાઈલમાં ઈ-કોપી અચૂક રાખવી પડશે. પ્રથમ ડોઝ લીધેલ ન હોય તેમજ જેઓ બીજા ડોઝની પાત્રતા ધરાવતા હોય તેમ છતા પણ બીજો ડોઝ ન લીધો હોય તેવા વ્યક્તિઓને સોમવારથી પ્રવેશ મળી શકશે નહીં.

મ્યુનિ.એ કડક વલણ અપનાવતા જમાલપુર, દરિયાપુર, શાહપુર, જુહાપુરા, દાણીલીમડા જેવા જુદા જુદા વોર્ડમાં લોકોએ વેક્સિન લેવા સવારથી દોડાદોડ કરી હતી. 20 તારીખથી વેક્સિન વગર મ્યુનિ. કચેરીઓમાં પ્રવેશ નિષેધ હોવાના સમાચારના કટિંગ શનિવારથી લોકોના મોબાઈલમાં ફરતા થયા હતાં. આ કારણે લોકોએ રવિવારે જુદાજુદા વોર્ડમાં જઈ વેક્સિન લેવા દોડાદોડ કરી મૂકી હતી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)