Face Of Nation 03-09-2022 : દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગે (EOW) શુક્રવારે તિહાર જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખર સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહીની પૂછપરછ કરી હતી. રિપોર્ટ અનુસાર, દિલ્હી પોલીસે 6 કલાક સુધી લગભગ નોરાની પૂછપરછ કરી હતી. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટે જેક્લીન ફર્નાન્ડિસને આરોપી બનાવી છે. સુકેશ ચંદ્રશેખરે નોરા ફતેહીને લક્ઝરી કાર સહિત ઘણી મોંઘી ગિફ્ટ્સ આપી.
જેક્લીન સાથે મારું કોઈ કનેક્શન નથી: નોરા
એક ખાનગી ચેનલના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસે 6 કલાકમાં નોરાને લગભગ 50 પ્રશ્નો પૂછ્યા. જેમાં તમે સુકેશ પાસેથી ક્યારે ગિફ્ટ લીધી? તમે તેને ક્યાં મળ્યાં? જેવા કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. નોરાએ સમગ્ર પૂછપરછમાં મદદ કરી હતી. તે જ સમયે, નોરાએ જવાબ આપ્યો કે હું સુકેશની પત્નીને નેઈલ આર્ટ ફંક્શનમાં મળી હતી. અહીં તેણે મને 1 કરોડની BMW કાર ગિફ્ટ કરી હતી. બંનેના ગુનાહિત ઇતિહાસ વિશે મને ખબર નહોતી.આ સાથે નોરાએ કહ્યું કે મારું જેક્લીન સાથે કોઈ કનેક્શન નથી.
ઈડી જો જરૂર પડશે તો નોરાને ફરી બોલાવશે
EOWએ નોરા ફતેહીની 6 કલાક સુધી પૂછપરછ કરી હતી. શુક્રવારે સવારે 11 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મંદિર માર્ગ પર આર્થિક ગુના વિંગમાં હાજર હતી.તેણે પોતાનું નિવેદન નોંધ્યું હતું. જો જરૂર પડશે તો નોરાને ફરીથી પૂછપરછ માટે બોલાવી શકાશે. EDએ સુકેશ અને નોરા ફતેહીને આમને-સામને બેસાડીને ED દ્વારા મની લોન્ડરિંગના એંગલથી પૂછપરછ કરવામાં આવી હતી. EDએ નોરાને પોતાનો પરિચય આપવા કહ્યું હતું. જવાબમાં નોરાએ કહ્યું હતું કે, મારું નામ નોરા ફતેહી છે. સુકેશ ચંદ્રશેખરનો જવાબ હતો, મારું નામ સુકેશ છે. EDએ પૂછ્યું હતું કે, શું તમે ક્યારેય એકબીજાને મળ્યાં કે વાત કરી છે. આ સવાલ પર નોરાનો જવાબ ‘ના’ હતો, જ્યારે સુકેશનો જવાબ ‘હા’ હતો. આ બાદ EDએ બંનેને પ્રશ્ન પૂછ્યો હતો, શું તમે 21 ડિસેમ્બર, 2020 પહેલાં ક્યારેય એકબીજા સાથે વાત કરી છે. નોરાએ ના કહ્યું. સુકેશે કહ્યું, ‘મેં ઇવેન્ટના બે અઠવાડિયા પહેલાં વાત કરી હતી.’ EDએ બાદમાં નોરાને સવાલ કર્યો હતો કે, શું સુકેશે નોરાને કે તેના ફેમિલી ફ્રેન્ડ બોબીખાનને BMW કાર ગિફ્ટ કરી હતી? (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).