Face Of Nation, 20-10-2021: ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારને એક મહિનો પૂરો થઈ ગયો છે. ત્યારે એક મહિનામાં ગુજરાતની જનતાના હિત માટે અનેક સુખકારી નિર્ણયો લેવામાં આવ્યા છે. ત્યારે આજે યોજાયેલા કેબિનેટ બેઠક બાદ નિર્ણય લેવાયો કે, ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે ચાર જિલ્લામાં જે પ્રકારે તારાજી સર્જાઈ છે, તેમાં 546 કરોડનું પેકેજ જાહેર થયું છે. જામનગર, રાજકોટ, પોરબંદર અને જુનાગઢ ચાર જિલ્લામાં મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી. 22 તાલુકાના 682 ગામોને લાભ આપવાનો નિર્ણય કર્યો છે. 2.82 લાખ ખેડૂતોને લાભ મળવાનો છે. 25 ઓક્ટોબર થી 20 નવેમ્બર સુધી નવી અરજી સ્વીકારવામાં આવશે. ખેડૂતોને ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયા આપવાનો નિર્ણય આ પેકેજમાં કરવામાં આવ્યો છે. સાથે જ સૌરાષ્ટ્રમાં સતત વરસાદ ચાલુ રહ્યો હતો તેના પણ સર્વેની કામગીરી ચાલી રહી છે તે લોકોને પણ મદદ અને સહાય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. તેમજ ગોડાઉન માટે 50 હજારની સહાય વધારીને એક લાખ રૂપિયા સુધીની સહાય કરવાનો નિર્ણય કર્યો છે.
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વધુ માહિતી આપતા કહ્યું કે, હજી પણ નુકસાની સર્વેની કામગીરી ચાલુ છે, જો કોઈ રહી જતું હશે તો તેને પણ સામેલ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, પંચમહાલ અને ભરૂચમાં સર્વેની કામગીરી ચાલી રહી છે. આ સંપૂર્ણ વિસ્તાર નથી, પણ કેટલાક ગામોમાં હાલ સરવેની કામગીરી ચાલી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)