Face Of Nation 09-03-2022 : યુક્રેન અને રશિયા વચ્ચે 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલા યુદ્ધને 13 દિવસ વીતી ગયા છે. આજે આ યુદ્ધના 14માં દિવસે રશિયન સેનાના કબજાને કારણે ચેર્નોબિલ ન્યૂક્લિયર પ્લાન્ટના યુક્રેનના પાવર ગ્રિડથી સંપર્ક તૂટી ગયો છે. યુક્રેનનું કહેવું છે કે રિઝર્વ ડીઝલ જનરેટર્સ માત્ર 48 કલાકની જેમ જ પ્લાન્ટને વીજળી સપ્લાઈ આપી શકે છે. જે બાદ પ્લાન્ટના કૂલિંગ સિસ્ટમ માટે વીજળી નહીં મળે અને રેડિએશન થવા લાગશે.
પ્લાન્ટ રિપેર કરવા માટે સીઝફાયરની માગ કરી
તો પ્લાન્ટના ઓપરેટરે કહ્યું કે રિપેરિંગ ન હોવાને કારણે આખા દેશમાં રેડિએશન લીક થવાનો ખતરો ઊભો થઈ ગયો છે. પ્લાન્ટ રિપેર કરવા માટે યુક્રેને સીઝફાયરની માગ કરી છે. રશિયાએ કહ્યું- યુક્રેનની સાથે વાતચીતમાં ‘થોડી પ્રગતિ’ થઈ છે, પરંતુ રશિયા યુક્રેન સરકારને હટાવવાનો પ્રયાસ નથી કરી રહી. આ પહેલા રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે યુક્રેન હવે NATOનું સભ્યપદ નહીં લે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Uncategorized યુક્રેનમાં રેડિએશનનો ખતરો વધ્યો, પ્લાન્ટના કૂલિંગ સિસ્ટમ માટે વીજળી નહીં મળે અને...