Face of Nation 08-01-2022: રાજ્યનું આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. વધતા કોરોના સંક્રમણ સામે બાથ ભીડવા રાજ્ય સરકારે તમામ મહાનગરો,જિલ્લા હોસ્પિટલનાં વહીવટી તંત્રને સાબદા કરી દીધા છે. અમદાવાદ બાદ હવે વડોદરાની હોસ્પીટલમાં પણ ત્રીજી લહેર સામે સજ્જતા કેળવાઈ છે.
વડોદરામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે.કોરોનાના વધતા સંક્રમણને લઇને વડોદરા તંત્ર સજ્જ થઇ ગયું છે. જિલ્લામાં વેન્ટિલેટર અને ઓક્સિજન બેડની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. હાલ શહેરમાં 5420 અને જિલ્લામાં 5457 મળી કુલ 10 હજાર 877 બેડ ઉપલબ્ધ છે. અને શહેરમાં 34 અને જિલ્લામાં 16 ધન્વંતરી રથ દ્વારા દર્દીની સારવાર કરવામાં આવી રહી છે. તો જિલ્લામાં 9 PSA પ્લાન્ટ પણ કાર્યરત કરાયા છે.
કોરોનાની સારવાર માટે શહેરમાં 119 અને જિલ્લામાં 58 હેલ્થ ફેસિલીટી ઉપલબ્ધ કરવામાં આવી છે. જ્યારે SSG હોસ્પિટલ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. MS યુનિવર્સિટી પોલિટેકનિક ગર્લ્સ હોસ્ટેલમાં 517 ઉપરાંત 147 વધારાના બેડ ધરાવતી સમરસ હોસ્પિટલ કાર્યરત કરી દેવામાં આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).