Home News ફરી એકવાર કેસો વઘ્યા! દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં...

ફરી એકવાર કેસો વઘ્યા! દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં 50% વઘારો

Face of Nation 29-12-2021:  ભારતમાં ઓમિક્રોનના ફફડાટ વચ્ચે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 32માં દિવસે કોરનાના નવા કેસ 10 હજારથી નીચે રહ્યા છે. દેશમાં હજુ પણ કેરળમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.પણ આજે દેશમાં પોઝિટિવ કેસોમાં 50% નો વઘારો અચાનક નોંધાતા ચિંતા વઘી રહી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 9195 નવા કેસ નોંધાયા છે અને 302 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 7347 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 77,002 પર પહોંચી છે. રિકવરી રેટ 98 ટકાથી વધારે છે. ઓમિક્રોનના કુલ કેસ 781 થયા છે.

દેશમાં અત્યાર સુધીમાં 143, 15, 35,641 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 64,61,321 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.

કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં 24 કલાકમાં 11,67,612 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ભારતમાં કોરોનાની સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 48 લાખ 8 હજાર 886

કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 42 લાખ 51 હજાર 292

એક્ટિવ કેસઃ 77 હજાર 2

કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 80 હજાર 592.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).