Face Of Nation 07-06-2022 : નૂપુર શર્મા દ્વારા મોહમ્મદ પયગંબર વિશે આપવામાં આવેલા નિવેદન પછી શરૂ થયેલા વિવાદ પછી BJPએ પગલા લેવાનું શરૂ કર્યું છે. BJPએ યુપીમાં તેમના પ્રવક્તાઓને બિનજરૂરી નિવેદન ના આપવા કહ્યું છે. BJPએ તેમના પ્રવક્તાઓને કાનપુર હિંસા અને નૂપુર શર્મા વિશે નિવેદન ના આપવા કહ્યું છે. BJPએ તેમના પ્રવક્તાઓને કહ્યું હતું કે સંવેદનશીલ મુદ્દે બોલતી વખતે ખાસ ધ્યાન આપવું જોઈએ કે કોઈ ધર્મનું અપમાન તો નથી થતું ને?.
BJPએ નૂપુર શર્માને સસ્પેન્ડ કરી દીધાં
થોડા દિવસ પહેલાં નૂપુર શર્માએ એક ટીવી ડિબેટ દરમિયાન પયગંબર વિશે નિવેદન આપ્યું હતું. તેણે આપેલા નિવેદનની અરબ દેશો સુધી ટિપ્પણી થઈ હતી. ત્યાર પછી BJPએ નૂપુર શર્માને સસ્પેન્ડ કરી દીધાં છે. BJPએ કહ્યું હતું કે આ પ્રમાણેના નિવેદન ભાજપના મૂળ વિચારના વિરોધમાં છે. જોકે એ પછી નૂપુર શર્માએ તેમના નિવેદન માટે માફી પણ માગી છે અને પોતાના શબ્દો પરત લીધા છે.
BJPએ આપ્યો આદેશ
નૂપુર શર્માના નિવેદનનો વિવાદ થયા પછી BJP સામે ઘણા સવાલો ઊભા થયા હતા. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને BJPએ તેમના પ્રવક્તાઓને આદેશ આપ્યો છે કે નૂપુર શર્મા, નવીન જિંદાલ અને કાનપુર હિંસા મામલે કોઈ નિવેદન આપવા નહીં. આ સિવાય BJP પ્રવક્તાઓને કહેવામાં આવ્યું છે કે, સંવેદનશીલ ધાર્મિક મુદ્દાઓ પર બોલતાં સમયે ધ્યાન રાખવું કે કોઈપણ ધર્મનું અપમાન ના થાય. BJPએ તેમના નેતાઓને કોઈપણ ધાર્મિક મુદ્દા પર બોલતાં પહેલાં મંજૂરી લેવા કહ્યું છે. આ સિવાય પાર્ટી જ કોઈ ડિબેટ અથવા મીડિયાને નિવેદન આપવાની મર્યાદા નક્કી કરશે.
ધમકીઓને કારણે નૂપુર શર્માની સુરક્ષા વધારાઈ
વિવાદાસ્પદ નિવેદન પછી BJPમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલાં પ્રવક્તા નૂપુર શર્મા અને તેમના પરિવારની સુરક્ષામાં વધારો કરાયો છે. નિવેદન વિવાદ શરૂ થતાં જ નૂપુરને મારી નાખવાની ધમકીઓ મળવા લાગી હતી. પરિણામે, નૂપુરે દિલ્હી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને તેના આધારે નૂપુર અને તેના પરિવારની સુરક્ષા વધારવામાં આવી છે. નૂપુરને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ધમકીઓ મળી રહી છે. આરોપીની ઓળખ માટે ટ્વિટરને પણ નોટિસ મોકલવામાં આવી છે.
મુંબઈ પોલીસે નૂપુર શર્માને સમન્સ મોકલ્યું
નૂપુર શર્માને હવે મુંબઈ પોલીસે સમન્સ મોકલ્યું છે. મોહમ્મદ પયગંબર વિશે નિવેદન કરવાના મામલે આ કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે 22 જૂન સુધી રજૂ થવું પડશે. નોંધનીય છે કે પાર્ટી દ્વારા એક્શન લીધા પછી નૂપુરે તેમનું નિવેદન પણ પરત લીધું છે. નૂપુરે નિવેદન પરત લેતાં કહ્યું હતું કે સતત ભગવાન શિવની મજાક ઉડાવવામાં આવતી હોવાથી અને તેમનું અપમાન થતું હોવાથી તેમણે આ નિવેદન કર્યું હતું. નૂપુરે સ્પષ્ટ કહ્યું હતું કે જો તેમના નિવેદનથી કોઈની ધાર્મિક લાગણીઓ દુભાઈ હોય તો તેઓ માફી માગે છે.
નૂપુરને મળ્યો વિશ્વ હિન્દુ પરિષદનો સાથ
નુપુર શર્માનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદે નૂપુર શર્માને સાથ આપ્યો છે. VHPના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે કહ્યું હતું કે નૂપુર શર્માનું નિવેદેન સાચું છે કે ખોટું એ કોર્ટ નક્કી કરશે. VHP નેતાએ કોર્ટના નિર્ણયની રાહ જોયા વગર તેના નિવેદન પર હિંસક પ્રદર્શન વિશે પણ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે અમુક લોકો કાયદો હાથમાં લઈ રહ્યા છે. આલોક કુમારે કહ્યું હતું કે કોર્ટના નિર્ણયની રાહ જોયા વગર જ આવા હિંસક પ્રદર્શન કરવા શું આ કાયદા અંતર્ગત થઈ રહ્યું છે? લોકો જાહેરમાં કહી રહ્યા છે કે કોઈ પેયગંબર વિશે કંઈપણ કહેશે તો તેની જીભ કાપી દેવામાં આવશે. તેમણે કહ્યું હતું કે પોલીસ નૂપુરના નિવેદન વિશેની ફરિયાદોના આધારે પ્રાથમિક ફરિયાદ નોંધીને તપાસ કરશે. ત્યાર પછી કોર્ટ તે વિશે સુનાવણી કરશે અને લોકોએ કોર્ટનો નિર્ણય માનવો પડશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home News પ્રવક્તાઓને ચૂપ રહેવા કડક નિર્દેશ; પાર્ટીએ નૂપુર શર્મા-કાનપુર હિંસા મુદ્દે કોઈપણ નિવેદન...