Home News હિંમતનગરમાં નર્સને ટિકટોક પર ભારે થઇ પડી,વીડિયો વાયરલ થતાં મળી ગયું સસ્પેન્શન

હિંમતનગરમાં નર્સને ટિકટોક પર ભારે થઇ પડી,વીડિયો વાયરલ થતાં મળી ગયું સસ્પેન્શન

Face Of Nation:હિંમતનગર થોડા દિવસો પહેલા પોલીસ બેડામાં ટિકટોકનો ફીવર ચઢ્યો હતો ત્યારે હવે હિંમતનગરની નર્સનો ટિકટોક વીડિયો વાયરલ થતાં તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. પ્રાંતિજનાં મોયદ પીએચસીના સબસેન્ટર સલાલમાં કોમ્યુનીટી હેલ્થ સબસેન્ટર સલાલામાં કોમ્યુનિટી હેલ્થ ઓફીસર નર્સ જૂહી શર્મા ચાલુ ફરજ દરમિયાન ટિકટોકનાં વીડિયો બનાવતી હતી.

પીએચસીના માધ્યમથી જિલ્લા આરોગ્ય અધિકારીને વીડિયો બાબતે જાણ કરવામાં આવ્યા બાદ જિલ્લા આરોગ્ય અધિકારીએ વીડિયોની ચકાસણી બાદ મંગળવારે શિસ્તનું પાલન ધોરણ ન જાળવવાને મામલે ફરજ મોકૂફ કરીને તપાસ કમિટી બનાવવાનો આદેશ કરવામાં આવ્યો હતો.આ નર્સને ચૌદ ભૂવનમાં રહેતી, ઉડણમાં આભ લેતી છોરુડાને ખમ્મા કહેતી માં મોગલ માડીના ગરબાની તર્જ પર ગરબા ગવડાવવા સહિત જોક્સ વગેરેના વીડિયો ઉતારી ટીકટોક પર વાયરલ કરવાનો શોખ ભારે પડ્યો છે. સમગ્ર પ્રકરણની તપાસ કરવા વહીવટી અધિકારી કેડી નિનામા અને ડીસ્ટ્રીક્ટ પબ્લીક હેલ્થ નર્સ સોનલબેન પરમારની તપાસ કમીટી બનાવવામાં આવી છે.જિલ્લા કક્ષાનાં અધિકારીઓની તપાસ ટીમ બનાવીને 15 દિવસમાં તપાસ કરવાનાં આદેશ કરવામાં આવ્યો છે. આ તપાસમાં જો અન્ય કોઈની પણ મદદ હશે તો તેની સામે પણ કાર્યવાહી કરવનાનો આદેશ કરવામાં આવ્યો છે.