Face Of Nation, 29-09-2021 : મોદી અમેરિકાની મુલાકાતે ગયા ત્યારે કોઈ સ્થાનિક અખબારો કે ટીવી ચેનલોએ ભારતની ગોદી મીડિયા જેવું કવરેજ આપ્યું નહીં. અરે ! ભારતની ગોદી મીડિયા દૂર અમેરિકી સ્થાનિક ટીવી ચેનલો કે અખબારોએ મુખ્ય પેજ કે અંદરના પેજ ઉપર પણ ખાસ કોઈ પણ પ્રકારનું કવરેજ આપ્યું નહીં. જેને કારણે મોદી ભક્તોએ જાતે જ અખબારોના હેડિંગ સાથે મોદીના ફોટા એડિટ કરીને વાયરલ કર્યું જેના મથાળે ન્યુયોર્ક ટાઈમ્સનું નામ આપવામાં આવ્યું. આ પોસ્ટ એટલી બધી વાયરલ થઈ કે, ન્યુયોર્ક ટાઈમ્સએ ખુલાસો આપવો પડ્યો. જો કે આ ખુલાસો આપતા જ ટ્વીટર ઉપર લોકોએ મોદીની આવી પોસ્ટ ઉપર ભારતની આબરૂ લીધી અને આવી પોસ્ટ બનાવનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી.
This is a completely fabricated image, one of many in circulation featuring Prime Minister Modi. All of our factual reporting on Narendra Modi can be found at:https://t.co/ShYn4qW4nT pic.twitter.com/gsY7AlNFna
— NYTimes Communications (@NYTimesPR) September 28, 2021
ભાજપના આઇટી સેલની મજાક સમગ્ર વિશ્વ ઉડાવી રહ્યું છે. જો કે ભાજપના ભક્તોની આવી કામગીરીથી ભારતની આબરૂના લીરેલીરા ઉડી રહ્યા છે. ન્યુયોર્ક ટાઇમ્સે તેમના સમાચાર અંગે આપેલા રદીયા બાદ લોકો રીતસર મોદીની ઠેકડી ઉડાડી રહ્યા છે. સમગ્ર વિશ્વ સહીત અમેરિકામાં ભારત ઉપર લોકો કોમેન્ટો કરી રહ્યા છે. જે વ્યક્તિએ આ પોસ્ટ બનાવી છે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. ભારતનું બાહોશ કે ગુજરાતનું પોતાની જાતને શક્તિશાળી ગણાવતું પોલીસ તંત્ર હવે ક્યાં ઊંઘી ગયું છે ? મોદી સાહેબની પોસ્ટ છે એટલે પોલીસ ચૂપ છે ? ખરેખર હવે જયારે ભારતની આબરૂ જઈ રહી છે ત્યારે પોલીસે પોતે ફરિયાદી બનીને જેણે પણ આવી કામગીરી કરી છે તેની વિરુદ્ધ ગુનો નોંધીને ભારતની બગડતી છબીને અટકાવવું જોઈએ પણ ના ! બાહોશ પોલીસ કર્મચારીઓને તો ભાજપ વિરુદ્ધ બોલનારા અને ભાજપ વિરુદ્ધ લખનારા ઉપર રાજદ્રોહ કરીને તેમની બહાદુરી છતી કરવી હોય છે. ખરેખર મોદીની આવી ખોટી પોસ્ટ વાયરલ કરીને દેશની બદનામી કરવી એ રાજદ્રોહ અને ગુનો છે છતાં કોઈ પોલીસ કર્મચારી કે અધિકારીને આ દેખાતું નથી અને સમગ્ર વિશ્વ હાલ ભારતની આબરૂ લઇ રહ્યું છે. મોદી સાહેબની પ્રસિદ્ધિની ભૂખ આજે ભારતને હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકી દીધું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
ગુજરાત પર વધુ એક વાવાઝોડાનો ખતરો ,સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી