Home Gujarat ધો-12 સાયન્સનું 72.02 ટકા પરિણામ : A1 ગ્રેડમાં 196, A2 ગ્રેડમાં 3306...

ધો-12 સાયન્સનું 72.02 ટકા પરિણામ : A1 ગ્રેડમાં 196, A2 ગ્રેડમાં 3306 વિદ્યાર્થી થયા ‘PASS’, રાજકોટ જિલ્લાનું સૌથી વધુ, સૌથી ઓછું દાહોદનું પરિણામ!

Face Of Nation 12-05-2022 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે 72.2 ટકા પરિણામ આવ્યું છે. સૌથી વધુ પરિણામ રાજકોટ જિલ્લાનું 85.78 ટકા જ્યારે સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું 40.19 ટકા પરિણામ આવ્યું છે. લાઠી કેન્દ્રનું સૌથી વધુ 96.12% અને સૌથી ઓછું લીમખેડા કેન્દ્રનું 33.33% પરિણામ આવ્યું છે. ધોરણ 12 સાયન્સમાં A1 ગ્રેડમાં 196 અને A2 ગ્રેડમાં 3306 વિધાર્થીઓ પાસ થયાં છે. જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 72.4 ટકા આવ્યું છે.
બોર્ડે કોર્ષ ઘટાડ્યો હોત તો રિઝલ્ટ વધુ સારું આવતઃ શિક્ષક
ધોરણ 12 સાયન્સના શિક્ષક નિતેશ અશ્વાનીએ જણાવ્યું હતું કે મેથ્સ અને કેમેસ્ટ્રીમાં રિઝલ્ટ ઓછું છે.વિદ્યાર્થીઓએ કોવિડના કારણે મહેનત ઓછી કરી હતી પરંતુ બોર્ડે પણ કોર્ષ ઘટાડવાની જરૂર હતી,કોર્ષ ઘટ્યો હોત તો પરિણામ હજુ સારું આવતું.
2021માં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું
2021માં ધોરણ 12 સાયન્સમાં એક લાખ 7 હજાર 264 વિદ્યાર્થીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ જાહેર થયું હતું, જેમાં 3245 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 15 હજાર 284 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો છે. A ગ્રુપમાં 466 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે, જ્યારે B ગ્રુપમાં 657 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે. અમદાવાદ શહેરમાં 109 વિદ્યાર્થી અને અમદાવાદ ગ્રામ્યમાં 73 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે. સૌથી વધુ 26,831 વિદ્યાર્થીએ B2 ગ્રેડ મેળવ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).