Home Religion સુરતના રાજાવાડીમાં આવેલા એક ગોડાઉનમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડે કાબૂ મેળવ્યો, જુઓ Video

સુરતના રાજાવાડીમાં આવેલા એક ગોડાઉનમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડે કાબૂ મેળવ્યો, જુઓ Video

https://youtu.be/CGKUCjLnrfE

Face Of Nation 10-03-2022 : સુરતના સૈયદપુરા રાજાવાડી વિસ્તારમાં ઓઈલના ડેપોમાં એકાએક આગ ભડકી હતી. ત્રણ જેટલા ઓઇલ ભરેલા મોટા ડ્રમ હોવાને કારણે આ ખૂબ જ ભીષણ રીતે અને ઝડપથી પ્રસરી ગઇ હતી. ઓઇલ ડ્રમમાં ધડાકા થતાની સાથે જ ફ્લેશ ફાયર પણ જોવા મળી હતી. આગના ગોટેગોટા કિલોમીટર દૂર સુધી દેખાતા હતા. જોતજોતામાં તો પ્રસરી ગઈ હતી.તેના કારણે આસપાસમાં રહેતા લોકોએ આ તેમના ઘર સુધી પહોંચે તે પહેલાં જ સ્થાનિક રહિશોએ તાત્કાલિક વિસ્તાર ખાલી કરી દીધો હતો.
ઓઈલમાં આગ વધુ પ્રસરી
ત્રણ જેટલા ઓઇલ ભરેલા ડ્રમ હોવાને કારણે આગ વધુ પ્રસરી હતી.ફાયર વિભાગે ગણતરીના સમયમાં જ આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. પરંતુ ઓઇલ ભરેલા ડ્રમને કારણે આગ ઝડપથી પ્રસરી ગઇ હતી. ઓઈલ હોવાના કારણે ધુમાડો પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નીકળતો હતો. તેના કારણે આસપાસના વિસ્તારમાં ભય ફેલાયો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).