Home Uncategorized લોકો માટે રાહતના સમાચાર, સરકારે ખાદ્યતેલના ભાવમાં કર્યો ધરખમ ઘટાડો

લોકો માટે રાહતના સમાચાર, સરકારે ખાદ્યતેલના ભાવમાં કર્યો ધરખમ ઘટાડો

Face of Nation 30-12-2021:  નવા વર્ષ પહેલા વધતી મોંઘવારીના મારનો સામનો કરી રહેલા લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. સરકારે ખાદ્યતેલના ભાવમાં ધરખમ ઘટાડો કર્યો છે. આ કપાત બાદ સરકારે કંપનીઓ સાથે વાત કરી છે. કંપનીઓને સ્પષ્ટ સૂચનાઓ જારી કરવામાં આવી છે કે સરકાર દ્વારા ઘટાડેલી કિંમતોનો સંપૂર્ણ લાભ ગ્રાહકોને મળવો જોઈએ.

ખાદ્યતેલના ભાવમાં 30-40 રૂપિયાનો ઘટાડો થયો છે. ત્યારબાદ ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સચિવ ડૉ. સુધાંશુ પાંડેએ રાજ્ય સરકારોને તેમના રાજ્યોમાં MRP પર તેલનું વેચાણ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. આ માટે અસરકારક પગલાં ભરવા સૂચના જાહેર કરવામાં આવી છે.

ડૉ. સુધાંશુ પાંડેએ કહ્યું કે ખાદ્યતેલની આયાત ડ્યૂટી લગભગ શૂન્ય થઈ ગઈ છે. ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ફેરફાર બાદ તેલના ભાવ 15% થી 20% સુધી ઘટી ગઈ છે. સરકારના આ પગલા બાદ તમામ બ્રાન્ડના તેલના ભાવમાં 30-40 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.

સરકારે કંપનીઓને નિર્દેશ આપ્યો છે કે ભાવમાં થયેલા ઘટાડાનો સંપૂર્ણ લાભ ગ્રાહકોને મળે. આ સાથે તેલના પેકેટ કે બોટલ કે કોઈપણ કન્ટેનર પર Revised MRP પ્રિન્ટ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સચિવ ડૉ. સુધાંશુ પાંડેએ જણાવ્યું હતું કે ખાદ્ય તેલના ભાવમાં વધુ ઘટાડો જોવા મળશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).