Face Of Nation 25-03-2022 : ખાદ્યતેલના સતત વધી રહેલા ભાવ લોકોનું તેલ કાઢી રહ્યાં છે. ફરી એકવાર ખાદ્યતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. સિંગતેલ અને કપાસિયા તેલ 25 રૂપિયાનો વધારો થયો છે. જેને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે. સિંગતેલના ભાવ વધતા મોટાભાગના લોકો કપાસિયા તેલ તરફ વળ્યા હતા પરંતુ હવે કપાસિયા તેલના ભાવ પણ ભડકે બળવા લાગ્યાં છે. જેને લઇ લોકોને કયુ તેલ વાપરવું તે એક સવાલ છે. સતત વધતા ભાવને કારણે લોકોનું બજેટ ખોરવાઇ રહ્યું છે. એટલું જ નહીં આગામી સમયમાં હજી પણ લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડી શકે છે.
ખાદ્ય તેલના ભાવોમાં વધારો
મધ્યમવર્ગની મુશ્કેલીઓમાં એક પછી એક વધારો થતો જઇ રહ્યો છે. એક પછી એક વસ્તુઓના ભાવ વધતા જઇ રહ્યા છે. છેલ્લા બે મહિનાથી ખાદ્ય તેલના ભાવ સતત વધતા જઇ રહ્યા છે. મધ્યવર્ગ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. સિંગતેલના ભાવમાં રૂપિયા 25નો વધારો થયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 2,550થી વધીને 2,600 થયો છે. તો કપાસિયા તેલના ભાવમાં પણ રૂપિયા 25નો વધારો ઝીંકાયો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2,500થી વધીને 2,550 રૂપિયા થયો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).