Home News જુની સેન્ટ્રલ જેલ, સાબરમતીમાં પાકા કામના કેદી પાસેથી મોબાઈલ પકડાયો

જુની સેન્ટ્રલ જેલ, સાબરમતીમાં પાકા કામના કેદી પાસેથી મોબાઈલ પકડાયો

ફેસ ઓફ નેશન, 12-04-2020 : સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી કેદી પાસેથી મોબાઇલ પકડાયો છે. પ્રતિબંધિત વિસ્તાર હોવા છતાં મોબાઈલ પકડાવાની ઘટના અવારનવાર બને છે. જેલમાં સજા કાપી રહ્યા પાકા કામના કેદી પાસેથી સેમસંગનો મોબાઈલ પકડાયો હતો. જેને લઈને પોલીસે ફરિયાદ નોંધી ગુનો દાખલ કર્યો છે.
સાબરમતી સેન્ટ્રલ જેલના બડા ચક્કરમાં યાર્ડ નંબર 3 પાસેથી પોલીસે મોબાઈલ કબ્જે કર્યો છે. આ મોબાઈલ સમસાદ અન્સારી નામના કેદી પાસેથી કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે સવારે 6.15 વાગ્યાના અરસામાં બાથરૂમ પાસેથી આરોપીને મોબાઈલ સાથે ઝડપી લીધો હતો. જેને લઈને રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા 9328282571 નંબર આપના વોટ્સએપ ગ્રુપોમાં એડ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો કે વિડિયો મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

અમદાવાદમાં આજે નવા 31 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા, કુલ 54

લોકડાઉન લંબાશે, જરૂર પડે ત્યાં કર્ફ્યુ નંખાશે : મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં સંકેત