Home Uncategorized ખંભાતમાં ચંચળબા દવાખાના પાસે આવેલ જુની યુકો બેંક ધરાશાયી,જાનહાનીથી બચાવ

ખંભાતમાં ચંચળબા દવાખાના પાસે આવેલ જુની યુકો બેંક ધરાશાયી,જાનહાનીથી બચાવ

Face Of Nation: ખંભાત શહેરમાં વરસાદ પગલે દિવાલોમાં ભેજ વધી ગયો છે.જેના કારણે જર્જરિત મકાનો તુટી પડવાનો ભય સતાવી રહ્યો છે. શહેરના ઝંડાચોક વિસ્તારમાં આવેલી જુની યુકો બેંકની ઇમારત ધડાકાભેર ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી. ખંભાતમાં વરસાદને કારણે શહેરના ઝંડાચોક વિસ્તારમાં ચંચળબાના દવાખાના નજીક આવેલી જુની યુકો બેંક ધરાશાયી થઈ હતી.રાત્રિના ૨ વાગ્યાની આસપાસ ત્રણ માળની યુકો બેંકની ઇમારત ધડાકાભેર ધરાશયી થતા આસપાસના સ્થાનિકોમાં દોડધામ મચી જવા પામી હતી.અને બાજુના ત્રણેક જેટલા મકાનોને પણ નુકશાન થયું હતું.

ધરાશયી થયેલા ઇમારતનો કાટમાળ રસ્તા વચ્ચે પડતા કડિયાપોળથી ઝંડાચોક જવાનો માર્ગ બંધ થયો હતો.મોડી રાત્રિએ જ જાગૃત નાગરિકો દ્વારા એમજીવીસીએલ કંપનીએ સંપર્ક સાંધી જાણ કરાતા તાત્કાલિક ધોરણે વીજ કર્મચારીઓએ સદર વિસ્તારની વિજલાઈનો બંધ કરી હતી. આજુબાજુમાં રહેતા સ્થાનિકોને ધનજીશાની પોળમાં સ્થળાંતર કરાવ્યું હતું. વહેલી સવારથી નગરપાલિકાના કર્મચારીઓએ ઘટના સ્થળે પહોંચી કાટમાળ ઉઠાવવાની કાર્યવાહી હાથ ધરી રસ્તો ખુલ્લો કર્યો હતો.સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.આણંદ જિલ્લાના ખંભાત શહેર અને તાલુકામાં દોઢ માસમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો.ઓગષ્ટના બીજા સપ્તાહમાં 25 ઇંચ વરસાદ નોંધાયો છે.તેમજ રવિવારે પણ ઝરમર વરસાદ વરસ્યો હતો.જેના કારણે ખંભાત શહેરના જમીન તળમાં ભારે ભેજ વધી ગયો છે.જેમાં પણ જુના મકાનમાં ભેજ વધી જતાં મકાન ધરાશયી થવાના બનાવો વધી ગયા છે. જેના કારણે લોકો પસાર થતા પહેલા ભય અનુભવી રહ્યાં છે.