Face Of Nation, 27-10-2021: ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ ગ્રેડ-પે વધારવાને લઈને ધરણા આપી રહ્યાં છે. પોલીસ કર્મીઓ દ્વારા ગ્રેડ-પે વધારવાની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે આ મુદ્દે પોલીસ વિભાગ તરફથી એક અગત્યની સુચના આપવામાં આવી છે. ગુજરાત પોલીસ વડા સાથે પોલીસ પરિવાર પોતાની 15 મુદ્દાની માંગ સાથે મળવા માટે પહોંચ્યા હતા. આ તમામ મુદ્દે પોલીસવડાએ પોલીસ પરિવારોને સાંભળ્યા હતા. તે પૈકીનાં 14 મુદ્દાઓ પર વિચારણા કરવામાં આવસે તેવી પણ બાંહેધરી આપી હતી.
જો કે કેટલાક સમાચાર માધ્યમોમાં આંદોલન મોકુફ રખાયાના સમાચાર વહેતા થતા થોડા સમય માટે આંદોલન અનિશ્ચિતતામાં આવી પડ્યું હતું. અનેક પોલીસ જવાનો આંદોલન ચાલુ છે કે પુર્ણ કરી દેવામાં આવ્યું તે અંગે અવઢવમાં મુકાયા હતા. થોડા સમય માટે ભારે અનિશ્ચિતતા જોવા મળી હતી. જો કે આખરે આ અંગે પોલીસ આંદોલનનાં કેટલાક નેતાઓ દ્વારા આંદોલન યથાવત્ત જ હોવાની જાહેરાત કરવામાં આવી હતી. સ્પષ્ટતા કરતા જણાવાયું હતું કે, ડીજીપી સાથે માત્ર ઔપચારિક બેઠક હતી પરંતુ આંદોલન યથાવત્ત છે.
આંદોલન જ્યાં સુધી મુખ્ય માંગણીનો સ્વીકાર કરવામાં નહી આવે ત્યાં સુધી યથાવત્ત રહેશે. કેટલાક અસામાજિક તત્વો અથવા તો ભાંગફોડિયા તત્વો દ્વારા આ પ્રકારનું આંદોલનને ગેરમાર્ગે દોરવા માટે આ પ્રકારની અફવા ફેલાવાઇ હતી. આંદોલન તોડી પાડવા માટેનો આ પ્રયાસ હતો. પરંતુ પોલીસ દ્વારા આંદોલન યથાવત્ત હોવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના કારણે ફરી એકવાર જવાનો એકત્ર થવા લાગ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)