- કોટા-બૂંદીથી સાંસદ બિરલાને ભાજપના સ્પીકર પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા
- બિરલાને સંઘની પસંદ માનવામાં આવે છે, મોદી-શાહ સાથે પણ સારા સંબંધો
- બિરલા મહાજન સમૂહથી છે, ભાજપ તેમને પોતાની પરંપરાગત વોટ બેન્ક માને છે, ગઈ વખતે સુમિત્રા મહાજનને સ્પીકર બનાવવામાં આવ્યા હતા
Face Of Nation:નવી દિલ્હી: ભાજપના ઓમ બિરલા 17મી લોકસભાના સ્પીકર ચૂંટાયા છે. બુધવારે કાર્યવાહી શરૂ થતાં જ વડાપ્રધાન મોદીએ તેમના નામનો પ્રસ્તાવ મુક્યો હતો અને કોંગ્રેસ, તૃણમૂલ, દ્રમુક અને બીજેડી સહિત ઘણાં નેતાઓએ તેમને સમર્થન પણ આપ્યું હતું. ત્યારપછી મોદી જાતે તેમને ચેર સુધી લઈને આવ્યા હતા. વડાપ્રધાને કહ્યું કે, મને ડર છે કે, બિરલાની નમ્રતા અને વિવેકનો કોઈ દૂરઉપયોગ ન કરે. કોટા-બૂંદીથી સાંસદ બિરલાએ મંગળવારે તેમનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
મોદીએ કહ્યું- ઓમ બિરલાને આ પદ પર જોવા ગર્વની વાત છે. જૂના સભ્યો તમને ખૂબ સારી રીતે ઓળખે છે. રાજસ્થાનમાં તમારી ભૂમિકા વિશે સૌને ખબર છે. તેઓ જ્યાંથી આવે છે તે શિક્ષા ક્ષેત્રે કાશી બની ગયું છે. કોટા એક પ્રકાર લઘુ ભારત બની ગયું છે. અમારા લોકોની એક ઓળખ બની ગઈ છે કે અમે 24 કલાક રાજકારણ જ કરીએ છીએ, તુ-તુ મેં-મેં જ કરીએ ચીએ. પરંતુ હવે હાર્ડકોર્ડ પોલિટિક્સનો સમય આવી રહ્યો છે. બિરલાજીની સંપૂર્ણ કાર્યશૈલી સમાજસેવા પર કેન્દ્રીત છે. ગુજરાતમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે તે તેમના સાથીઓ સાથે ઘણાં સમય સુધી ત્યાં જ રહ્યા હતા. જ્યારે કેદારનાથ ઘટના બની ત્યારે પણ તેઓ તેમની ટીમ સાથે ત્યાં પહોંચી ગયા હતા.
બિરલા એક પ્રસાદમ નામની યોજના ચલાવે છે જેમાં ગરીબોને ખવડાવવામાં આવે છે. એક રીતે તેમણે તેમનું કેન્દ્ર બિંદુ જન આંદોલનથી વધારે જનસેવાને બનાવ્યું છે. તેઓ આપણને અનુશાસિત કરશે. મને વિશ્વાસ છે કે, તેઓ ગૃહમાં ઉત્તમ રીતે કામ કરી શકશે. મને ડર છે કે, કોઈ તેમની નમ્રતા અને વિવેકનો દૂરઉપયોગ ન કરે. આપણે જ્યારે ગયા સત્રને યાદ કરીશું તો સુમિત્રાજીનું સ્માઈલ અને પ્રેમથી લઢવાનું યાદ આવશે.
3 કારણ જેના કારણે ઓમ અહીં સુધી પહોંચી શક્યા
સંઘ, મોદી અને શાહની નજીક: બિરલાને સંઘની પસંદ માનવામાં આવે છે. તેમના મોદી અને શાહ સાથે પણ સારા સંબંધો છે. ગુજરાત અને બિહારના પ્રભારી ભુપેન્દ્ર યાદવ તથા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના પણ નજીકના માનવામાં આવે છે. બિરલાના શાહ સાથે સંબંધો ત્યારે મજબૂત થયા જ્યારે યુપીએ સરકારમાં શાહને ગુજરાત બહાર કરી દેવામાં આવ્યા હતા. ત્યારપછી શાહ ઘણાં સમય સુધી દિલ્હી રહ્યા હતા. 2014ની લોકસભામાં ઓમ બિરલાને ઘણી સમિતિમાં જગ્યા આપવામાં આવી હતી. તેમને એસ્ટિમેટ કમીટિ, પીટિશન કમીટિ, ઉર્જા સંબંધી સ્ટેન્ડિંગ કમીટિ અને સલાહકાર કમીટિના સભ્ય બનાવવામાં આવ્યા હતા.
સોશિયલ એન્જિનિયરિંગ: ઓમ બિરલાને આ પદ પર બેસાડવા પાછળ ભાજપનું સોશિયલ એન્જિનિયરિંગ પણ છે. બિરલા મહાજન તબક્કાથી છે. મહાજન તબક્કો ભાજપનો પરંપરાગત વોટ બેન્ક માનવામાં આવે છે. મોદી સરકારના પાછળના કાર્યકાળમાં મધ્યપ્રદેશના સુમિત્રા મહાજનને લોકસભા સ્પીકર ચૂંટવામાં આવ્યા હતા.
25 સીટોનું ઈનામ: આ વખતે રાજસ્થાનથી કેન્દ્રમાં મંત્રીઓની સંખ્યા ઓછી રહી છે. ગઈ વખતે રાજસ્થાનના 6 સાંસદોને મંત્રી બનાવવામાં આવ્યા હતા પરંતુ આ વખતે માત્ર 3 મંત્રી બનાવવામાં આવ્યા છે. રાજ્યમાં સતત બીજી વખત ભાજપને 25માંથી 25 સીટ મળી છે. આ પણ એક કારણ છે કે, સાંસદને લોકસભા સ્પીકર બનાવવામાં આવ્યા છે.
10 દિવસથી ચાલતી હતી તૈયારી
બિરલાને અંદાજે 10 દિવસ પહેલાં જ ખબર પડી ગઈ હતી કે તેમનું નામ લોકસભા સ્પીકર માટે નક્કી કરવામાં આવી રહ્યું છે. પરંતુ તેમણે આ વિશે કોઈને જાણ થવા દીધી નહતી. તેમના પરિવાર અને સ્ટાફમાં પણ 1-2 લોકોને આ વિશેની માહિતી એ શરતે આપવામાં આવી હતી કે તેઓ આ વિશે કોઈ ચર્ચા નહીં કરે.
2004-2008 સુધી રાજસ્થાન સરકારમાં સંસદીય સચિવ રહ્યા
ઓમ બિરલાનો જન્મ 4 ડિસેમ્બર 1962માં કોટામાં થયો હતો. તેમણે રાજકીય જીવનની શરૂઆત વિદ્યાર્થી સંઘ ચૂંટણીથી કરી હતી. બિરલા 2003, 2008 અને 2013 એટલે કે ત્રણ વાર રાજસ્થાન વિધાનસભાના સભ્ય રહી ચૂક્યા છે. 2004થી 2008 સુધી રાજસ્થાન સરકારમાં સંસદીય સચિવ રહ્યા. તેઓ 6 વર્ષ સુધી અખિલ ભારતીય જનતા યુવા મોર્ચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ફરી ભારતીય જનતા યુવા મોર્ચા રાજસ્થાન પ્રદેશના પ્રદેશાધ્યક્ષ રહ્યા હતા. આ વખતે લોકસભા ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના રામનારાયણ મીણાને 2,79,677 મતથી હરાવ્યા હતા. કોટાથી તેઓ 2014માં પણ સાંસદ તરીકે ચૂંટાયા હતા.
5 જુલાઈએ બજેટ રજૂ થશે
20 જૂને રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા બંને સદનની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. આ જ દિવસે રાજ્યસભાના સત્રની શરૂઆત થશે. સંસદનું આ સત્ર 26 જુલાઈ સુધી ચાલશે.
4 જુલાઈ: નાણા મંત્રાલયનું આર્થિક સર્વેક્ષણ થશે
5 જુલાઈ: પહેલીવાર મહિલા નાણા પ્રધાન નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે.