Face of Nation 22-12-2021: રાજ્યમાં કોરોનાના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે અમદાવાદમાં ઓમિક્રોનનો વિસ્ફોટ થયો છે. અમદાવાદમાં આજે એક સાથે ચાર મહિલા અને એક બાળકી ઓમિક્રોનથી સંક્રમિત મળ્યા છે. આ સાથે શહેરમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા સાત થઈ ગઈ છે. જ્યારે ગુજરાતમાં ઓમિક્રોનથી સંક્રમિતોની સંખ્યા 19 થઈ ગઈ છે.
અમદાવાદમાં કોંગોથી આવેલી એક 32 વર્ષીય મહિલા અને એક 8 વર્ષની બાળકી ઓમિક્રોનથી સંક્રમિત થયા છે. તો દુબઈથી આવેલી એક મહિલામાં પણ ઓમિક્રોનથી પુષ્ટિ થઈ છે. જ્યારે એક 42 વર્ષીય મહિલા ટાન્ઝાનિયાથી આવી હતી, તેનો ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિલ આવ્યો છે. તો એક યુકેથી આવેલી 40 વર્ષીય મહિલા પણ ઓમિક્રોનથી સંક્રમિત મળી છે.
ગુજરાતમાં ઓમિક્રોનના કુલ સંક્રમિતોની સંખ્યા 19 થઈ ગઈ છે. માત્ર અમદાવાદ શહેરમાં જ ઓમિક્રોનના કુલ સાત કેસ સામે આવ્યા છે. આ સિવાય જામનગર અને સુરત જેવા શહેરમાં પણ ઓમિક્રોનના કેસ સામે આવી ચુક્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 91 કેસ સામે આવ્યા છે. તો આ દરમિયાન 2 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સારવાર બાદ 41 લોકો સાજા થયા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 828794 થઈ ગઈ છે. જ્યારે કોરોનાને લીધે રાજ્યમાં અત્યાર સુધી 10106 લોકોના મૃત્યુ થયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).